દિલ્હીમાં પહેલીવાર કોરોનાનો રિકવરી રેટ 90%ને પાર, એક્ટિવ કેસ 10,346
દિલ્હીમાં કોરોનાનો રિકવરી રેટ 90 ટકાને પાર પહોંચી ગયો છે. રિકવરી રેટ 90.09 ટકા છે. તો બીજી તરફ સંક્રમણ દર 5.37 ટકા છે.
નવી દિલ્હી: દિલ્હીમાં કોરોનાનો રિકવરી રેટ 90 ટકાને પાર પહોંચી ગયો છે. રિકવરી રેટ 90.09 ટકા છે. તો બીજી તરફ સંક્રમણ દર 5.37 ટકા છે.
દિલ્હીમાં સક્રિય દર્દીઓનો દર 7.08 ટકા છે, તો બીજી તરફ કોરોના ડેથ રેટ 2.82 ટકા છે. કોરોનાના એક્ટિવ કેસ 10,346 છે.
તો બીજી તરફ હોમ આઇસોલેશનમાં 5637 દર્દી છે. ગત 24 કલાકમાં દિલ્હીમાં 12,323 ટેસ્ટ થયા છે. તેમાં 3311 આરટીપીસીઆર ટેસ્ટ અને 9012 એંજીટન ટેસ્ટ સામે છે. અત્યાર સુધી કુલ 12,04,405 ટેસ્ટ થયા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube