BJP નેતા વિજેન્દ્ર ગુપ્તા અને કપિલ મિશ્રાને કોર્ટમાંથી ઝટકો, ચાલશે માનહાનિનો કેસ
માનહાનિના એક કેસમાં દિલ્હીની એક કોર્ટે સોમવારે ભાજપના નેતા વિજેન્દ્ર ગુપ્તા અને કપિલ મિશ્રાની સાથે-સાથે શિરોમણી અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસા વિરુદ્ધ નોટિસ ફ્રેમ કરવાનો આદેશ આપ્યો છે.
નવી દિલ્હીઃ માનહાનિના એક કેસમાં દિલ્હીની એક કોર્ટે સોમવારે ભાજપના નેતા વિજેન્દ્ર ગુપ્તા અને કપિલ મિશ્રાની સાથે-સાથે શિરોમણી અકાલી દળના નેતા મનજિંદર સિંહ સિરસા વિરુદ્ધ નોટિસ ફ્રેમ કરવાનો આદેશ આપ્યો છે. તેનો મતલબ થયો કે ત્રણેય નેતાઓ વિરુદ્ધ માનહાનિનો કેસ ચાલશે. કોર્ટે આ આદેશ દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી ઇમરાન હુસૈન તરફથી દાખલ ફરિયાદ પર આપ્યો છે.
એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ હરવિંદર સિંહે આ કેસમાં આરોપમુક્ત કરવાની આરોપીઓની માગને ઠુકરાવતા આ આદેશ આપ્યો છે. જજે કહ્યુ કે, પ્રથમ નજરમાં આરોપીઓ વિરુદ્ધ કેસ ચલાવવા માટે પૂરતા પૂરાવા છે. મામલાની આગેવાની સુનાવણી 18 નવેમ્બરે થશે.
દિલ્હીમાં કોરોના અને પ્રદૂષણનો ડબલ એટેક, માત્ર નવેમ્બરમાં 400 લોકોના મૃત્યુ
કોર્ટે કહ્યું કે, આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 500 (માનહાનિ) અને કલમ 34 (એક સમાન ઇરાદો) હેઠળ કેસ ચલાવવાની જરૂર છે. કોર્ટે બધા આરોપીઓને આગામી સુનાવણી પર કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો છે.
ફરિયાદ પ્રમાણે આરોપી નેતાઓએ દાવો કર્યો હતો કે હુસૈન ભ્રષ્ટાચારમાં લિપ્ત છે અને તેમણે 23 કરોડ રૂપિયા લીધા બાદ દિલ્હીમાં વૃક્ષ કાપવાની મંજૂરી આપી. હુસૈને દાવો કર્યો કે, આ પ્રકારની ટિપ્પણીઓથી સમાજમાં તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube