રાજધાની દિલ્હીમાં દિવાળીની રાતે ડબલ મર્ડરથી હડકંપ મચી ગયો. મામલો શાહદરાનો છે. અહીં એક કિશોર સહિત બે લોકોની ગોળી મારીને હત્યા કરી દેવાઈ. સ્કૂટીથી આવેલા બે હથિયારબંધ લોકોએ 40 વર્ષના વ્યક્તિ અને તેના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી જ્યારે તેમનો પુત્ર ફાયરિંગમાં ઘાયલ થયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉજવી રહ્યા હતા દિવાળી
એક અધિકારીએ જણાવ્યું કે હુમલામાં આકાશ શર્મા ઉર્ફે  છોટુ અને તેના ભત્રીજા ઋષભ શર્મા (16)નું મોત થયું છે. જ્યારે કૃષ શર્મા (10) ગોળી વાગવાથી ઘાયલ છે. તેમણે જણાવ્યું કે પીડિત શાહદરાના ફર્શ બજાર વિસ્તારમાં પોતાના ઘરની બહાર દિવાળી ઉજવી રહ્યા હતા. ત્યારે રાતે લગભગ આઠ વાગ્યે તેમના પર હુમલો થયો. 



શાહદરા હત્યાકાંડ
અધિકારીએ જણાવ્યું કે રાતે લગભગ સાડા આઠ વાગ્યે પીસીઆર કોલ આવતા પોલીસની એક ટીમ મોકલવામાં આવી. ટીમને ઘટનાસ્થળે લોહીના ધબ્બા મળ્યા. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે આરોપીઓએ આકાશ શર્મા પર ગોળી ચલાવતા પહેલા તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. 


પાસે ઉભેલા આકાશ શર્માના પુત્ર કૃષ અને ભત્રીજા ઋષભને પણ ગોળી વાગી. તમામ પીડિતોને હોસ્પિટલ  લઈ જવાયા. અધિકારીએ જણાવ્યું કે આકાશ શર્મા અને ઋષભ શર્માને હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરોએ મૃત જાહેર કર્યા. જ્યારે  કૃષ શર્મા હાલ સારવાર હેઠળ છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ અંગત અદાવતનો મામલો લાગે છે. પીડિતોના પરિવારના સભ્યોના નિવેદન લેવાશે અને આ મામલે તપાસ ચાલુ છે. 


(ભાષા)