PHOTOS: ભારે વરસાદથી દિલ્હી બેહાલ, મિન્ટો રેલવે બ્રિજ નીચે પાણી ભરાયા, એકનું મોત
ભારે વરસાદ બાદ દેશની રાજધાની દિલ્હીના હાલ હવાલ થઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. દિલ્હીમાં મિન્ટો બ્રિજ નીચે એક ડેડબોડી મળી આવ્યુ્ં છે. જે એક ટેમ્પો ડ્રાઈવરનું હોવાનું કહેવાય છે. હાલ હજુ પોલીસ તેની તપાસ કરી રહી છે.
નવી દિલ્હી: ભારે વરસાદ બાદ દેશની રાજધાની દિલ્હીના હાલ હવાલ થઈ ગયા છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. દિલ્હીમાં મિન્ટો બ્રિજ નીચે એક ડેડબોડી મળી આવ્યુ્ં છે. જે એક ટેમ્પો ડ્રાઈવરનું હોવાનું કહેવાય છે. હાલ હજુ પોલીસ તેની તપાસ કરી રહી છે.
નવીા દિલ્હીમાં યાર્ડમાં કામ કરતા એક ટ્રેકમેન રામનિવાસ મીણાએ બોડીને પાણીમાંથી કાઢ્યું. રામનિવાસે જણાવ્યું કે જ્યારે તે ટ્રેક પર કામ કરતો હતો ત્યારે તેણે આ ડેડબોડી જોયું. ત્યારબાદ તેણે પાણીમાં ઉતરીને તે ડેડબોડી કાઢ્યું. જે બસ ડુબી હતી તેની સામે બોડી પાણીમાં તરી રહ્યું હતું.
અત્રે જણાવવાનું કે મિન્ટો રેલવે બ્રિજ નીચે જમા પાણીને કાઢવાનું કામ થઈ રહ્યું છે. પોલીસ ઘટનાસ્થળે હાજર છે. અને જોઈ રહી છે કે કોઈ વ્યક્તિ પાણીમાં ફસાઈ તો નથી ગઈ ને.
દિલ્હીમાં સવારે ભારે વરસાદ બાદ કર્નોટ પ્લેસ વિસ્તારમાં એક બસ પાણીમાં ડૂબી ગઈ. મિન્ટો રોડ બ્રિજ નીચે પાણી ભરાઈ ગયા અને ડીટીસીની એક બસ તે પાણીમાં ડૂબી ગઈ. ત્યારબાદ જો કે મુસાફરોને તરત કાઢી લેવાયા હતાં.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube