Delhi Election Results 2020: દિલ્હીમાં કોંગ્રેસની 63 સીટો પર ડિપોઝિટ ડૂલ
Delhi Election Results 2020: રસપ્રદ વાત તે છે કે કુલ 66 (70માં 4 સીટો પર આરજેડીના ઉમેદવાર ચૂંટણી લડ્યા) ઉમેદવારોમાંથી મહા મહેનતે માત્ર 3 ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવી શક્યા છે. કોંગ્રેસની 63 સીટ એવી છે જ્યાં ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. કોંગ્રેસે 4 લીટો લાલૂ પ્રસાદની પાર્ટી આરજેડીને આપી હતી.
નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીતની સાથે એકવાર ફરી સરકાર બનાવવા જઈ રહ્યાં છે. તેનાથી લાગે છે કે આમ આદમી પાર્ટી ત્રીજીવાર જોરદાર રીતે સત્તા પર વાપસી કરી રહી છે અને ભાજપે પહેલા કરતા સારૂ પ્રદર્શન કર્યું છે. પરંતુ કોંગ્રેસ માટે આ ચૂંટણી નિરાશા ભરી રહી છે. કોંગ્રેસને 2015ની જેમ શૂન્ય સીટ મળી છે અને આ વખતે તો પાર્ટીને મળેલા મતમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.
રસપ્રદ વાત તે છે કે કુલ 66 (70માં 4 સીટો પર આરજેડીના ઉમેદવાર ચૂંટણી લડ્યા) ઉમેદવારોમાંથી મહા મહેનતે માત્ર 3 ઉમેદવારો પોતાની ડિપોઝિટ બચાવી શક્યા છે. કોંગ્રેસની 63 સીટ એવી છે જ્યાં ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ છે. કોંગ્રેસે 4 લીટો લાલૂ પ્રસાદની પાર્ટી આરજેડીને આપી હતી. પાલમ, કિરાડી, બુરાડી અને ઉત્તમ નગરમાં ગઠબંધન પ્રમાણે આરજેડીએ પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા.
કોંગ્રેસના મળેલા મતોમાં મોટો ઘટાડો
કોંગ્રેસને 70 સીટોમાંથી એકપણ સીટ મળી રહી નથી. કોંગ્રેસ માટે દુખદ વાત છે કે તેના વોટશેરમાં ઘટાડો થઈ રહ્યો છે. આ વખતે તેને માત્ર 4.36 ટકા લોકોનું સમર્થન મળતું જોવા મળી રહ્યું છે. પરંતુ વોટશેર સીટ અપાવી શક્યો નથી. જેમ કે ભાજપનો વોટ શેર 39 ટકા રહ્યો પરંતુ તેને માત્ર 8 સીટ મળતી દેખાઈ રહી છે. 2015 પ્રમાણે 2020ની ચૂંટણીમાં જોઈએ તો કોંગ્રેસ એક ડગલું પણ આગળ વધી શકી નથી કારણ કે તેને પાછલી ચૂંટણીમાં પણ શૂન્ય સીટ મળી હતી અને આ વખતે પણ સ્થિતિ આવી જ છે.
ભાજપના અધ્યક્ષ બનતા જ પ્રથમ 'ટેસ્ટ'માં ફેલ થયા જેપી નડ્ડા, દિલ્હીમાં ભાજપને મળી માત્ર 8 સીટ
પોસ્ટર પર શીલા જી, ખાતામાં હાર
કોંગ્રેસ પાર્ટીએ આ વખતે સ્ટાર પ્રચારકમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ઉતાર્યા હતા. પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીનું નામ હતું પરંતુ ખરા સમયે તેમની તબીયત ખરાબ થઈ ગઈ હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસે ભાજપને પોતાની હરીફ ગણાવી પરંતુ તેના વોટ શેરનું આમ આદમી પાર્ટી અને ભાજપમાં વિભાજન થઈ ગયું. કોંગ્રેસ ત્યાં સુધી કે ભાજપને પાર પાડવા માટે તે કોઈપણ બલિદાન આપવા તૈયાર છે. તેની વાત ખરેખર સાચી સાબિત થઈ અને તેના તમામ મતદાતા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વિભાજીત થઈ ગયા.
કોંગ્રેસે પોતાના પોસ્ટર પર પૂર્વ મુખ્યપ્રધાન શીલા દીક્ષિતને જગ્યા આપી અને નારો આપ્યો- ફરીથી કોંગ્રેસ વાળી દિલ્હી લાવીશું. હા પોસ્ટર પર તો શીલા દીક્ષિત જોવા મળ્યા પરંતુ તેમનો વારસી દિલ્હીમાંથી ગાયબ જોવા મળ્યો હતો. શીલા જીએ દિલ્હી પર 15 વર્ષ એકચક્રી રાજ કર્યું હતું, પરંતુ તેમના જતાં પાર્ટી માત્ર 5 ટકા મત મેળવવા પણ સંઘર્ષ કરી રહી છે.
જીત પર પીએમ મોદીએ આપી શુભેચ્છા, કેજરીવાલે કહ્યું- આભાર, દિલ્હી માટે કેન્દ્રના સહયોગની આશા
તેની નારાજગી કોંગ્રેસમાં જોવા મળી રહી છે. ત્યારે તેમના પુત્ર સંદીપ દીક્ષિતે જાહેરમાં કર્યું કે, દિલ્હીમાં કોંગ્રેસના મોટા-મોટા નેતા હવે નેતા નહીં પરંતુ ઓફિસ બોય વધુ છે, જેના મોટા-મોટા ફાર્મહાઉસ છે. આવા નેતા કોર્પોરેશનની ચૂંટણી પણ ન જીતી શકે. સંદીપ દીક્ષિતે કહ્યું, દિલ્હીમાં કોંગ્રેસે શીલા જીની સરકારને બદનામ કરી. લોકસભા ચૂંટણી બાદ મતની ટકાવારી વધ્યા છતાં કોંગ્રેસ શીલા દીક્ષિતને બદનામ કરવામાં લાગી ગઈ. તેજ કારણ છે કે લોકોને કોંગ્રેસ ન સમજી શકી. સંદીપ દીક્ષિતની આ વાત કોંગ્રેસ માટે શીખ હોઈ શકે છે.
કોંગ્રેસની સહયોગી પાર્ટી આરજેડીનો પણ ચારેય સીટો પર પરાજય થયો છે. તો અલકા લાંબાની પણ હાર થઈ છે. અલકા લાંબા માટે ખાસ વાત છે કે તેમણે પાછલી ચૂંટણી આમ આદમી પાર્ટીમાંથી લડી અને વિજેતા બની પરંતુ આ વખતે કોંગ્રેસમાં આવતા મતદાતાએ તેમનો સાથ છોડી દીધો છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube