જીત પર પીએમ મોદીએ આપી શુભેચ્છા, કેજરીવાલે કહ્યું- આભાર, દિલ્હી માટે કેન્દ્રના સહયોગની આશા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 2015 જેવા પ્રદર્શનનું પુનરાવર્તન કરતા જીત હાસિલ કરનાર અરવિંદ કેજરીવાલને શુભેચ્છા આપી છે.

 જીત પર પીએમ મોદીએ આપી શુભેચ્છા, કેજરીવાલે કહ્યું- આભાર, દિલ્હી માટે કેન્દ્રના સહયોગની આશા

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 2015 જેવા પ્રદર્શનનું પુનરાવર્તન કરતા જીત હાસિલ કરનાર અરવિંદ કેજરીવાલને શુભેચ્છા આપી છે. જવાબમાં કેજરીવાલે પણ તેમનો આભાર માનતા દિલ્હીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા માટે તેમના સહયોગની આશા વ્યક્ત કરી છે. 

પીએમ મોદીએ ટ્વીટ કરીને આમ આદમી પાર્ટી અને કેજરીવાલને દિલ્હીના લોકોની અપેક્ષાઓ પૂરી કરવા માટે શુભેચ્છા આપી. તેમણે ટ્વીટ કર્યું, 'દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત માટે આપ અને અરવિંદ કેજરીવાલને શુભકામનાઓ. તેમને દિલ્હીની જનતાની આકાંક્ષાઓ પૂરી કરવા માટે શુભેચ્છાઓ.'

— Arvind Kejriwal (@ArvindKejriwal) February 11, 2020

જવાબમાં અરવિંદ કેજરીવાલે વડાપ્રધાનનો આભાર માન્યો. તેમણે ટ્વીટ કર્યું, 'ખુબ ખુબ ધન્યવાદ સર. આપણા કેપિટલ સિટીને વર્લ્ડ ક્લાસ સિટી બનાવવા માટે હું કેન્દ્રની સાથે મળીને કામ કરવાની આશા કરુ છું.'

મહત્વનું છે કે 70 વિધાનસભા વાળી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સતત બીજીવાર પ્રચંડ જીત હાસિલ કરી છે. પાછલી ચૂંટણીની જેમ ભાજપ બે આંકડામાં પણ પહોંચી શક્યું નથી. સૌથી ખરાબ સ્થિતિમાં કોંગ્રેસ છે જેનું ખાતું પણ ખુલી શક્યું નથી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news