દિલ્હી: શાહીન બાગમાં ફર્નીચરની દુકાનમાં લાગી આગ, ઘટનાસ્થળે પહોંચી 4 ફાયરબ્રિગેડની ગાડીઓ
દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં રવિવારે સાંજે ફર્નીચરની એક દુકાનમાં આગ લાગી ગઇ. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ પહોંચી ચૂકી છે. ફાયરબ્રિગેડ વિભાગના કર્મચારી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
નવી દિલ્હી: દિલ્હીના શાહીન બાગ વિસ્તારમાં રવિવારે સાંજે ફર્નીચરની એક દુકાનમાં આગ લાગી ગઇ. આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડની ચાર ગાડીઓ પહોંચી ચૂકી છે. ફાયરબ્રિગેડ વિભાગના કર્મચારી આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
કહેવામાં આવી રહ્યું છે કે શાહીન બાગમાં સાત નંબર ઠોકર પર આગ લાગી છે. આગ લાગવાથી આસપાસ અફરા તફરીનો માહોલ છે. આગ લાગવાના લીધે કોઇ નુકસાન થવાના સમાચાર નથી. અત્યાર સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.
આગ લાગવાની સૂચના મળતાં જ ફાયર વિભાગની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. ફાયર વિભાગના કર્મચારી તાત્કાલિક આગ પર કાબૂ મેળવવા માટે કામે લાગી ગયા હતા. દુકાનોમાં કોઇ નુકસનાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે સત્તાવાર રીતે હજુ કશું સામે આવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર