નવી દિલ્હી: દિલ્હીના ફિલ્મિસ્તાનમાં ફરીથી આગ લાગી છે. ફેક્ટરીમાં 24 કલાક બાદ પણ ધૂમાડો નિકળી રહ્યો છે. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. આ પહેલાં રવિવારે ફેક્ટરમાં આગ લાગતાં 43 લોકોના મોત નિપજ્યા હતા. અત્યાર સુધી 29 લાશોની ઓળખ થઇ ચૂકી છે. દિલ્હીની પાંચ હોસ્પિટલોમાં ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે. ઇજાગ્રસ્તોમાંથી 13 લોકોના હાલત ગંભીર છે. આ અકસ્માતમાં 25થી વધુ લોકોને રેક્સ્યૂ કરવામાં આવ્યા હતા. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિસ્તાર જૂની દિલ્હીના રાણી ઝાંસી રોડ સ્થિત ફિલ્મિસ્તાન સિનેમા પાસે આવેલો છે. આ આગમાં અત્યાર સુધી 56 લોકોને બચાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ આગ આજે સવારે લગભગ 5:30 વાગે ત્રણ ઘરમાં લાગી છે, અહીં કાગળની ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલે છે. જેના લીધે આગ ફેલાઇ હતી અને તે ત્રણ ઘરના બે માળને પોતાની ચપેટમાં લઇ લીધા હતા. આગ પર કાબૂ મેળવવાનું કામ મેળવવાનું હજુ ચાલુ છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની 30 ગાડીઓ આગ ઓલવવાનું કામ કરી રહી છે. બચાવવામાં આવેલા લોકોને બાડા હિંદૂરાવ, રામ મનોહર લોહિયા, એલએનજેપી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 


રાજ્યના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ મૃતકોના પરિજનો માટે 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી હતી. તો બીજી તરફ ઇજાગ્રસ્તોને 1-1 લાખ રૂપિયાની મદદ આપવામાં આવશે. અનાજ મંડીમાં અકસ્માતવાળી જગ્યાએ પહોંચેલા સીએમ કેજરીવાલે આ અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે 7 દિવસમાં રિપોર્ટ આવતાં આગની ઘટનાના દોષીઓ પર સખત કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રીએ એલએનજેપી હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તોના ખબર-અંતર પૂછ્યા.

મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયા આપશે ભાજપ
ઘટનાસ્થળે પહોંચેલી ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું 'આ દર્દનાક સમાચાર છે. અત્યારે કોણ જવાબદાર છે કહી ન શકાય. તપાસ રિપોર્ટની રાહ જોઇ જોઇએ. અમે આ દુખદ ઘડીમાં વેદના વ્યક્ત કરીએ છીએ. અમે પીડિત પરિવાર સાથે ઉભા છીએ. અમે પાર્ટી તરફથી મૃતક પરિવારો માટે 5-5 લાખ રૂપિયા આપીશું અને ઇજાગ્રસ્તોને 25-25 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરીએ છીએ.


PMO એ મૃતકોની પરિજનોને 2-2 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત
દિલ્હી (delhi)ના રાની ઝાંસી રોડ (Rani Jhansi Road) વિસ્તારમાં સ્થિત અનાજ મંડી (anaj mandi)માં ભીષણ આગ લાગતાં 43 લોકોના મોત નિપજ્યા છે. અકસ્માતમાં મૃતકોના પરિજનોને પીએમો (pmo)એ વળતરની જાહેરાત કરી છે. પીએમઓએ મૃતકોના પરિજનોએ 2-2 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પીએમઓ અકસ્માતમાં ઘાયલોને 50-50 હજાર રૂપિયાની જાહેરાત કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube