નવી દિલ્હીઃ કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલેલા કિસાન આંદોલન દરમિયાન નોંધાયેલી 17 ફરિયાદને દિલ્હી સરકારે આજે પરત લેવાની મંજૂરી આપી દીધી છે. તેમાં એક કેસ પાછલા વર્ષે 26 જાન્યુઆરીએ દિલ્હીના લાલ કિલ્લા પર થયેલી હિંસા સાથે પણ જોડાયેલો છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ, ઉપરાજ્યપાલ અનિલ બૈજલની ઓફિસ તરફથી ગૃહમંત્રી સત્યેન્દ્ર જૈનને 31 જાન્યુઆરીએ મોકલેલા મામલા સંબંધિત ફાઇલને સોમવારે કાયદા વિભાગની સલાહ બાદ મંજૂરી આપી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે નવેમ્બર 2020થી ડિસેમ્બર 2022 દરમિયાન નોંધાયેલા કેસમાંથી 17 પરત લેવાનો નિર્ણય કર્યો છે. તેમાં લગભગ 200-300 પ્રદર્શનકારીઓ અને 25 ટ્રેક્ટરોને લાહોરી ગેટ દ્વારા લાલ કિલ્લા પહોંચવાનો મામલો પણ સામેલ છે, જેના કારણે ટિકિટ કાઉન્ટરો અને સુરક્ષા તપાસ સાધનોને નુકસાન થયું હતું. 


આ સિવાય 150-175 ટ્રેક્ટરો પર સવાર થઈને ઉત્તર પ્રદેશના લોનીથી દિલ્હીમાં પ્રવેશ કરનાર કિસાનો વિરુદ્ધ ઉત્તર-પૂર્વી દિલ્હીના જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આરોપ છે કે તે કિસાનોએ પોલીસકર્મીઓના કાર્યમાં વિઘ્ન પાડ્યું અને તેના પર હુમલો કર્યો હતો. 


આ પણ વાંચોઃ ખારકીવમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, સરકારે યુક્રેન અને રશિયન રાજદૂતોને સમન્સ પાઠવ્યું


મોટા ભાગના કેસ દિલ્હીના સિંધૂ, ટિકરી અને ગાઝીપુર બોર્ડર પર કૃષિ કાયદા વિરુદ્ધ એક વર્ષ સુધી ચાલેલા કિસાન આંદોલન દરમિયાન કોવિડ-19 નિયમો અને દિશા-નિર્દેશોના ઉલ્લંઘન સાથે સંબંધિત હતા. 


તમને જણાવી દઈએ કે આંદોલનકારી કિસાનોએ સંસદ દ્વારા પસાર કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરતા નવેમ્બર 2020માં દિલ્હીની સરહદો પર આંદોલન શરૂ કર્યુ હતું. મોદી સરકાર તરફથી કૃષિ કાયદા પરત લેવામાં આવ્યા બાદ કિસાનોએ ડિસેમ્બર 2021માં આંદોલન સમાપ્ત કરી દીધુ હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube