નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા પ્રકોપ અને લોકડાઉન 3.0 લાગુ થયા બાદ અપાયેલી છૂટ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા દારૂની દુકાનો પર ભારે ભીડ જોવા મળી. પરિણામે દિલ્હીમાં દારૂ મોંઘો થઈ ગયો. દિલ્હી સરકારે દારૂના વેચાણ પર સ્પેશિયલ કોરોના ફી લગાવવાનો નિર્ણય લીધો છે. આ નવો ટેક્સ એમઆરપી પર 70 ટકા લાગશે. વધેલા ભાવ મંગળવાર સવારથી જ લાગુ થઈ જશે. આ સાથે જ એક્સાઈઝ કમિશનરે પોલીસ કમિશનરને પત્ર લખીને કહ્યું કે દારૂની દુકાનો પર કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસ મદદ કરે. હવે દિલ્હીમાં જે દારૂની બોટલ 1000 રૂપિયામાં મળતી હતી તે મંગળવારથી 1700 રૂપિયામાં મળશે. કોરોના ફેલાતો અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર મૂકાયો છે પણ દારૂડિયાઓને તો બસ દારૂની બોટલ જ જોવા મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉન 3.0ના પહેલા જ દિવસે જે છૂટ મળી હતી તેના કારણે દિલ્હીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યાં. મોટી સંખ્યામાં લોકો દારૂની દુકાનો પર ઉમટી પડ્યા હતાં. જેના કારણે અનેક જગ્યાએ ભાગદોડની સ્થિતિ પણ થઈ હતી. દિલ્હીમાં આવી સ્થિતિ સર્જાતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નારાજગી પણ વ્યક્ત કરી. સાંજે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જો લોકોએ ફરીથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કર્યું તો અમે આખા એરિયાને સીલ કરી દઈશું. એટલું જ નહીં દુકાનો સામે આવી સ્થિતિ જો બની તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube