નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)એ આજે મંગળવારે પત્રકાર પરિષદમાં કોરોના વાયરસ (Coronavirus) સામે જંગ લડવામાં દિલ્હીવાસીઓની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે અમે ખુશ છીએ કે કોરોના સંક્રમણને રોકવા માટે દિલ્હીમાં લોકડાઉન લગાવ્યા વિના સફળતા મળી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીની અર્થવ્યવસ્થાને ફરીથી પાટા પર લાવવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વેબ પોર્ટલની શરૂઆત કરી, જ્યાં નોકરી આપનાર અને નોકરી શોધનાર લોકો પોર્ટલના માધ્યમથી પોતાની ક્ષમતા અનુસાર કામ આપી શકશે અને કામ મેળવી શકશે. 


1. દિલ્હીમાં કોરોનાના આંકડામાં ખૂબ સકારાત્મક પરિણામ આવ્યું છે. હવે 100માંથી 88 લોકો સાજા થઇ રહ્યા છે. મોતનો આંકડો પણ ખૂબ ઘટી રહ્યો છે. જૂન મહિનામાં દિલ્હી કોરોનાના મામલે દેશમાં બીજા નંબરે હતો. હવે દિલ્હી દેશમાં દસમા નંબરે છે. 


2. દિલ્હી સરકાર ઓનલાઇન જોબ પોર્ટલ રોજગાર બજારની શરૂઆત કરવા જઇ રહી છે. હવે નોકરી આપનાર અને નોકરી શોધનાર લોકો jobs.delhi.gov.in ના માધ્યમથી પોતાની ક્ષમતા અનુસાર કામ આપી શકશે અને કામ મેળવી શકશે. 


3. સીએમ કેજરીવાલે દિલ્હીની ઇકોનોમીને સારી બનાવવા માટે બધાનો સહયોગ માંગ્યો. 


4. દિલ્હી સરકારે હવે દિલ્હીમાં રેકડીવાળાઓને કામ કરવાની પરવાનગી આપી. 


5. 'રોજગાર બજાર'માં તમને કોઇ ચાર્જ ચૂકવવો નહી પડે, આ સુવિધા દિલ્હી સરકાર તરફથી મફત ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેના માટે કોઇ માંગે તો પૈસા આપવાની જરૂર નથી. 


6. સીએમ કેજરીવાલે દિલ્હીના તમામ 2 કરોડ લોકોને અપીલ કરી હતી છે કે પોતાની મહેનત અને સૂઝબૂઝ અને સાવધાનીથી દિલ્હીમાં કોરોના પર કાબૂ મેળવી શકાય. આજે તમારા દિલ્હી મોડલની ચોતરફ ચર્ચા છે. હવે આપણે દિલ્હીની અર્થવ્યવસ્થાને ઠીક કરવાની છે. આવો આપણે બધા લોકો મળીને દિલ્હીની અર્થવ્યવસ્થાને પાટા પર લાવીએ.