નવી દિલ્હી: દિલ્હીમાં કોરોના વાયરસ (Corona Cases in Delhi)ના વધતા જતા કેસ વચ્ચે નાઇટ કર્ફ્યૂં (Night Curfew)ની અટકળો લગાવવામાં આવી રહી છે. હાઇકોર્ટ (High Court)એ દિલ્હી સરકાર (Delhi Government)ને કોરોના વાયરસ (Coronavirus)સારવારને લઇને કરવામાં આવેલા પ્રયત્નોની જાણાકરી લીધી. આ દરમિયાન દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર (Arvind Kejriwal Government)એ કર્ફ્યૂં (Night Curfew)ની તમામ અટકળો પર હાલ વિરામ લગાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થિતિ ગંભીર
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  (CM Arvind Kejriwal)ના નેતૃત્વવાળી AAP સરકારે ગુરૂવારે દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court)ને જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાનીમાં COVID-19 મહામારીને નિયંત્રિત કરવા માટે હાલ કર્ફ્યૂં (Night Curfew)લગાવવા પર કોઇ નિર્ણય થયો નથી. આપ સરકારે હાઇકોર્ટને જણાવ્યું કે આ સંબંધમાં કોઇપણ નિર્ણય આગામી સમયમાં રાજધાનીમાં COVID-19ની સ્થિતિ પર નિર્ભર કરશે. હાઇકોર્ટે દિલ્હીમાં COVID-19ના કારણ નવેમ્બરમાં 2,000થી વધુ લોકોની મોત પર ચિંતા વ્યક્ત કરી. 


કેશની લેણદેણ નહી
હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં હાઇકોર્ટે આપ સરકારને પૂછ્યું કે હાલ કય પ્રકારના કોરોના પ્રોટોકોલ છે? લગ્નમાં 50થી વધુ લોકોની હાજરી ન હોય કેવી રીતે સુનિશ્વિત કરશો?  આ ઉપરાંત HC એ COVID-19 દંડ તરીકે કેશની લેણદેણથી બચવાની સલાહ આપતાં તેના માટે એક પોર્ટલ બનાવવાના નિર્દેશ આપ્યા. 


દંડનો શું ઉપયોગ?
હાઇકોર્ટે એ પણ પૂછ્યું કે COVID-19 પ્રોટોકોલના ઉલ્લંઘનના અવેજમાં એકત્ર કરવામાં આવી રકમનું શું કરવામાં આવી રહ્યું છે? આ રકમ એક સારા કામમાં ઉપયોગ કરો. હાઇકોર્ટે સખત ટિપ્પણી કરતાં કહ્યું કે કોર્ટના વલણને લીધે દિલ્હી સરકાર દ્વારા RTPCR પરીક્ષણ સંખ્યા વધી ગઇ છે, પરંતુ ત્યાં સુધી ઘણા લોકોના જીવ ગયા. 


ત્રીજી લહેર ખતરનાક
સ્વાસ્થ્ય મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે મહામારી વિજ્ઞાનની પ્રવૃતિના અનુસાર આ વખતે કોરોનાની ગંભીરતા ગત લહેરની તુલનામાં વધુ છે, હવામાન અને પ્રદૂષણ સહિત ઘણા કારક અને ચિંતા વધી રહ્યા છે. વધતા જતા સંક્રમણ વચ્ચે, દિલ્હીના મુખ્યમંત્રે અરવિંદ કેજરીવાલે બુધવારે વિશેષજ્ઞોને COVID-19 થનાર મોતના મામલાની તપાસ કરવા અને રાષ્ટ્રીય રાજધાનીમાં મૃત્યું દર ઓછો કરવાના ઉપાયો પર અભિપ્રાય માંગી રહ્યા છે. 


સર્દીમાં વધશે ખતરો
આ દરમિયાન નેશનલ સેન્ટર ફોર ડિજીજ કંટ્રોલે તાજેતરમાં જ તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં ચેતાવણી આપી છે કે આગામી શિયાળાની સિઝનમાં શ્વાસ સંબંધી સમસ્યાઓ અને રોગીઓના વધવાના લીધે COVID-19ના લગભગ 15,000 નવા કેસ સામે આવી શકે છે. આ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube