કોરોના કહેર વચ્ચે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ આપ્યા રાહત ભર્યા આ મોટા સમાચાર
રાજધાની દિલ્હી (Delhi) સહિત દેશભરમાં વધતા કોરોના વાયરસ (Coronavirus)ના કેસ વચ્ચે એક રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain)એ કહ્યું કે, સંક્રમણના નવા કેસમાં ઘટાડો સ્પષ્ટ દેખાય છે
નવી દિલ્હી: રાજધાની દિલ્હી (Delhi) સહિત દેશભરમાં વધતા કોરોના વાયરસ (Coronavirus)ના કેસ વચ્ચે એક રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન (Satyendra Jain)એ કહ્યું કે, સંક્રમણના નવા કેસમાં ઘટાડો સ્પષ્ટ દેખાય છે કે, રાષ્ટ્રીય રાજધાનીમાં વાયરસના પ્રયાસમાં ઘટાડો આવી રહ્યો છે. તેમણે જણાવ્યું કે, કોરોના સંબંધી દર્દીઓની તપાસ માટે ડોર-ટૂ-ડોર સર્વેક્ષણ આજથી ઝોન-ઝોનમાં કરવામાં આવશે.
આ પણ વાંચો:- ફરી Lockdown તરફ વધી રહ્યો છે દેશ? આ શહેરો વચ્ચે બંધ થઈ શકે છે રેલવે અને હવાઈ સેવા
કોરોનાથી બચવાની તૈયારીઓ વિશે જણાવતા સત્યન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હીમાં 2644 નવા Covid બેડ્સ અને 260 નવા ICU બેડ્સ વધારવામાં આવ્યા છે. તેમણે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. જૈને કહ્યું કે, કારની અંદર પણ માસ્ક પહેરવામાં કોઇ બુરાઈ નથી. જ્યારે પણ તમે ઘરથી બહાર પગ મુકો છો, તો માસ્ક જરૂરથી પહેરો.
કોરોનાથી બચાવશે સુપરહીરો?
જૈને શુક્રવારે પોતાની ફેસબુક પોસ્ટમાં બેટમેન, સુપરમેન અને ફ્લેશ જેવા સુપરહીરોના પોસ્ટરો શેર કર્યા છે અને આ પાત્રો દ્વારા કોરોના વાયરસના સંક્રમણ સામે રક્ષણ આપવા માટે માસ્ક લગાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે કેપ્શન લખ્યું, 'હીરો માસ્ક લગાવે છે, તમારો માસ્ક પહેરો અને જીવન બચાવો. તેમણે બીજી પોસ્ટ લખી, બધા હીરો ટોપી નથી પહેરતા, કેટલાક માસ્ક પહેરે છે.
આ પણ વાંચો:- દિલ્હીમાં વધતા કોરોના કહેરથી ગભરાઈ મહારાષ્ટ્ર સરકાર, લગાવી શકે છે આ પ્રતિબંધ
કેટલુ મહત્વપૂર્ણ છે માસ્ક?
સ્વાસ્થ્ય મંત્રી સમય સમય પર લોકોને કોરોના વાયરસ સંક્રમણ સામેની લડતમાં માસ્કની જરૂરિયાત વિશે જણાવતા રહે છે. તાજેતરમાં, તેમણે કહ્યું હતું કે વાસ્તવિક દવા આવે ત્યાં સુધી કોરોના વાયરસ સામે રક્ષણ આપવાની રસી માત્ર એક માસ્ક છે. જૈને કહ્યું હતું, 'માસ્ક અને લોકડાઉનનાં કેટલાક ફાયદા છે. ખરેખર લોકડાઉન કરતા માસ્ક વધુ સારું છે. '
તમને જણાવી દઇએ કે, દિલ્હી સરકારે ગુરૂવારના માસ્ક નહીં પહેરનાર લોકોને દંડ 500 રૂપિયાથી વધારી 2000 રૂપિયા કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube