દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન `આપણે કોરોનાની સાથે રહેતા સીખવું પડશે`
કોરોના વાયરસ (Coronavirus)ના સતત વધતા જતા કેસે કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ના સતત વધતા જતા કેસે કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધારી દીધી છે. આ દરમિયાન દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે કોરોના સાથે રહેવાની આદત નાખવી પડશે.
સત્યેન્દ્ર જૈને સમાચાર એજન્સી એએનઆઇ સાથે વાતચીતમાં કહ્યું કે દિલ્હીમાં જ નહી પરંતુ આખા દેશમાં, સંસારમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. એ સમજવું પડશે કે કોરોના જે વાયરસ છે તે કોઇ બે અથવા ત્રણ મહિનાનો નથી. આ લાંબો સમય દુનિયામાં રહેવાનો છે. તેમણે કહ્યું કે આપણે તેની સાથે-સાથે રહેવાની રીતભાત શીખવી પડશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube