નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે (Delhi High Court) એક છૂટાછેડા કેસમાં નિર્ણય આપતી વખતે સમાન નાગરિક સંહિતાને (Uniform Civil Code) ટેકો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું, 'બધા માટે સમાન સંહિતાની જરૂર છે. કેન્દ્ર સરકારે આ દિશામાં જરૂરી પગલાં ભરવા જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી હાઈકોર્ટની આ ટિપ્પણી
જસ્ટિસ પ્રતિભા એમ સિંહે ચુકાદો સંભળાવતા ટીપ્પણી કરી હતી કે 'આજનો ભારત દેશ ધર્મ, જાતિ, કોમ્યુનિટીથી ઉપર આવ્યો છે. આધુનિક ભારતમાં ધર્મ, જાતિના અવરોધો ઝડપથી તૂટી રહ્યા છે. ઝડપીથી થઈ રહેલા આ પરિવર્તનને કારણે આંતર-ધાર્મિક આંતર-જાતિના લગ્ન અથવા છૂટાછેડામાં પણ સમસ્યાઓ પણ આવી રહી છે. દેશમાં સમાન નાગરિક સંહિતાનો (Uniform Civil Code) અમલ થવો જોઈએ જેથી આજની યુવા પેઢીને આ સમસ્યાઓનો સામનો કરવો ન પડે. આર્ટિકલ 44 માં યુનિફોર્મ સિવિલ કોડની જે આશાઓ વ્યક્ત કરવામાં આવી હતી, હવે તે ફક્ત આશા જ રહેવી જોઈએ નહીં પરંતુ તે વાસ્તવિકતામાં પરિવર્તિત થવી જોઈએ.


કોરોના વાયરસ કરતા પણ આ કારણથી વધારે થયા છે મૃત્યુ, દર 1 મિનિટે થયા છે 11 લોકોના મોત


લાંબા સમયથી ચાલતો મુદ્દો
તમને જણાવી દઇએ કે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ ઘણા સમયથી એક મુદ્દો છે. દેશની ઘણી અદાલતોએ જુદા જુદા નિર્ણયોમાં કહ્યું છે કે કાયદામાં સમાનતા લાવવા માટે દેશમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code) લાવવાના પ્રયત્નો કરવા જોઈએ. દેશમાં શાહ બાનો કેસ આવો જ એક દાખલો છે. યુનિફોર્મ સિવિલ કોડની અવધારણા ભારતીય બંધારણના આર્ટિકલ 44 માં જણાવેલ છે કે ભારતના સમગ્ર ક્ષેત્રના નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવા પ્રયત્નો કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube