Coronaviurs કરતા પણ આ કારણથી વધારે થયા છે મૃત્યુ, દર 1 મિનિટે થયા છે 11 લોકોના મોત

ગરીબી નાબૂદી માટે કામ કરતી સંસ્થા ઓક્સફામે (Oxfam) ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે વિશ્વભરમાં (World) ભૂખમરાને કારણે દર એક મિનિટમાં 11 લોકો મોત (Starvation Death) થાય છે

Coronaviurs કરતા પણ આ કારણથી વધારે થયા છે મૃત્યુ, દર 1 મિનિટે થયા છે 11 લોકોના મોત

કાહિરા: ગરીબી નાબૂદી માટે કામ કરતી સંસ્થા ઓક્સફામે (Oxfam) ચોંકાવનારો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે વિશ્વભરમાં (World) ભૂખમરાને કારણે દર એક મિનિટમાં 11 લોકો મોત (Starvation Death) થાય છે. આ સાથે ઓક્સફામે એમ પણ કહ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં સમગ્ર વિશ્વમાં દુષ્કાળ (Drought) જેવી પરિસ્થિતિનો સામનો કરતા લોકોની સંખ્યામાં છ ગણો વધારો થયો છે.

કોરોનાથી વધારે ભૂખમરાને કારણે લોકોના મોત
ઓક્સફામ 'ધ હંગર વાયરસ મલ્ટિપ્લાઈઝ' નામના અહેવાલમાં જણાવ્યું છે કે ભૂખમરાને (Starvation) કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા કોવિડ-19 ને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યાથી (Covid-19 Death) વધારે છે. કોવિડ-19 ને કારણે વિશ્વમાં દર મિનિટે આશરે સાત લોકો મરે છે, જ્યારે ભૂખમરાથી મૃત્યુ (Starvation Death) પામનારા લોકોની સંખ્યા પ્રતિ મિનિટ 11 છે.

15.5 કરોડ લોકો કરી રહ્યા છે ખાદ્ય અસુરક્ષાનો સામનો
ઓક્સફામ (Oxfam) અમેરિકાના પ્રમુખ અને સીઈઓ અબ્બી મેક્સમેને કહ્યું, 'આ આંકડા આઘાતજનક છે, પરંતુ આપણે એ ભૂલવું ન જોઈએ કે આ આંકડાઓ એવા લોકોના બનેલા છે જે અકલ્પનીય વેદનામાંથી પસાર થઈ રહ્યા છે.' રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વના લગભગ 155 મિલિયન લોકો ખાદ્ય અસુરક્ષાની તીવ્ર કટોકટીનો સામનો કરી રહ્યા છે અને ગત વર્ષના આંકડા કરતા આ આંકડો 2 કરોડ વધુ છે. આમાંના લગભગ બે તૃતીયાંશ લોકો ભૂખે મરતા હોય છે અને તેનું કારણ તેમના દેશમાં ચાલી રહેલ લશ્કરી સંઘર્ષ છે.

ભૂખમરાની ધાર પર 5.2 લાખથી વધુ લોકો
મેક્સમેને કહ્યું, 'કોવિડ-19 ની આર્થિક અસર અને નિર્દય સંઘર્ષ, વિકટ વાતાવરણની કટોકટીએ 5.2 લાખથી વધુ લોકોને ભૂખમરાની ધાર પર ધકેલી દીધા છે. વૈશ્વિક મહામારીનો સામનો કરવાને બદલે, વિરોધાભાસી જૂથો એકબીજા સાથે લડત ચલાવી રહ્યા છે, આખરે લાખો લોકોને અસર કરે છે જેઓ હવામાન સંબંધિત આપત્તિઓ અને આર્થિક આંચકાઓ હેઠળ પહેલેથી જ ઝઝૂમી રહ્યા છે.

ભૂખમરાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે આ દેશ
ઓક્સફામે (Oxfam) જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (Coronavirus) હોવા છતાં વિશ્વભરમાં સૈન્ય પર થતો ખર્ચ મહામારી કાળમાં 51 અબજ ડોલર વધી ગયો છે, જે ભૂખમરોને સમાપ્ત કરવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા જરૂરી રકમ કરતા વધુ છે. આ અહેવાલમાં 'ભૂખથી સૌથી વધુ અસરગ્રસ્ત'ની યાદીમાં જે દેશને સ્થાન આપવામાં આવ્યું છે તે છે - અફઘાનિસ્તાન, ઇથોપિયા, દક્ષિણ સુદાન, સીરિયા અને યમન. આ તમામ દેશોમાં સંઘર્ષની પરિસ્થિતિઓ છે.

સંઘર્ષ નહીં રોકાય તો પરિસ્થિતિ બની જશે વિનાશકારી
મેક્સમેને જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિકોને ખોરાક અને પાણીથી વંચિત રાખી અને તેમના સુધી માનવીય રાહત નહીં પહોંચવા દેવાથી ભૂખમરાને યુદ્ધના હથિયાર તરીકે ઉપયોગ કરી શકાય છે. બજારોમાં બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે, પાક અને પશુઓનો નાશ કરવામાં આવી રહ્યો છે, તો લોકો સલામત રહી શકશે નહીં અથવા ખોરાક શોધી શકશે નહીં. સંગઠને સરકારોને અનુરોધ કર્યો કે તેઓ સંઘર્ષને રોકે નહીં તો ભૂખમરાની પરિસ્થિતિ વિનાશકારી બની જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news