સજ્જનને સજા: સરેન્ડરની તારીખ લંબાવવાની અરજી હાઇકોર્ટે ફગાવી, જેલમાં જશે નવુ વર્ષ
દિલ્હી હાઇકોર્ટે સરેન્ડરનો સમયગાળો વધારવાની અરજી ફગાવતા 31મી સરેન્ડર થવા માટે આદેશ આપ્યો, નવુ વર્ષ જેલમાં કાઢશે સજ્જન
નવી દિલ્હી : 1984 શીખ તોફાનો મુદ્દે દિલ્હી હાઇકોર્ટે સજ્જન કુમારને શુક્રવારે મોટો આધાત આપ્યો હતો. દિલ્હી હાઇકોર્ટે શુક્રવારે સુનવણી દરમિયાન સજ્જન કુમારના તરફથી કરાયેલ સરેન્ડરની સમયસીમા વધારવા માટેની માંગને ફગાવી દીધી હતી. જેના પગલે સજ્જન કુમારને 31 ડિસેમ્બરે જ સરેન્ડર કરવું પડશે. સજ્જન કુમારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને સરેન્ડરની સમયસીમા 30 દિવસ માટે વધારવાની માંગ કરી હતી.
UP: ભાજપનાં MLCનો દાવો હનુમાનજી મુસ્લિમ હતા, આપ્યો વિચિત્ર તર્ક...
હાઇકોર્ટે દિલ્હી કેન્ટ વિસ્તારમાં શીખોની કત્લેઆમ મુદ્દે સજ્જન કુમારને ઉંમર કેદની સજા ફટકારી હતી અને 31 ડિસેમ્બર સુધી આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે સજ્જન કુમારને દંડ પણ ફટકાર્યો હતો. હાઇકોર્ટે બાકી 5 દોષીતો પર એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. જેમાં બલવાન ખોખર, કેપ્ટન ભાગમલ, ગિરધારીલાલને ઉંમર કેદ જ્યારે મહેન્દ્ર યાદવ અને કિશન ખોખરની સજા 3થી 10 વર્ષ વધારી દીધી હતી. જસ્ટિસ એસ.મુરલીધર અને જસ્ટિસ વિનોદ ગોયલની ખંડપીઠે પોતાનાં ચુકાદામાં ક્હયું કે, 1947માં વિભાજન સમયે થયેલા નરસંહારને 37 વર્ષ બાદ ફરી હજારો લોકોની હત્યા થઇ.
બુલંદ શહેરમાં 2 લોકોનાં મોતની ચિંતા, 21 ગાયો કપાઇ તેની કોઇને ચિંતા નથી: MLA...
વડાપ્રધાનની હત્યા બાદ એક સમુદાયને નિશાન બનાવવામાં આવ્યા. હત્યારાઓને રાજનીતિક સંરક્ષણ હતું. પૂર્વ વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા બાદ દિલ્હી કેંટના રાજ નગરમાં એક જ પરિવારનાં પાંચ સભ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. નિચલી કોર્ટે સજ્જન કુમારને મુક્ત કરી દીધા હતા. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ પાર્ષદ બલવાન ખોખર, રિટાયર્ડ નેવી અધિકારી કેપ્ટન ભાગમલ, ગિરધારીલાલને ઉંમર કેદની સજા અને બાકીના દોષીતો પૂર્વ MLA મહેન્દ્ર યાદવ, કિશાન ખોખરને 3 વર્ષની સજા ફટકારી હતી. જ્યારે કોંગ્રેસ નેતા સજ્જન કુમારને મુક્ત કરી દીધા હતા. નિચલી કોર્ટનાં ચુકાદા વિરુદ્ધ દોષીતોએ દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી. બીજી તરફ સીબીઆઇએ કોંગ્રેસ નેતા સજ્જન કુમારને મુક્ત કરવાની વિરુદ્ધ અપીલ કરી હતી.
અફઘાનિસ્તાનમાંથી પણ અમેરિકન સૈન્ય પરત બોલાવાશે, ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય...