નવી દિલ્હી: જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી(JNU)માં ઉપદ્રવીઓએ ઉદ્ધાટન પહેલા જ સ્વામી વિવેકાનંદ (Swami Vivekanand)ની મૂર્તિને ખંડિત કરી નાખી. એટલું જ નહીં ઉપદ્રવીઓએ મૂર્તિની નીચે ભારતીય જનતા પાર્ટી (BJP) માટે અપશબ્દો પણ લખ્યાં. અત્રે જણાવવાનું કે જેએનયુમાં ફી સહિત અનેક અન્ય માંગણીઓને લઈને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. મૂર્તિ તોડવા મુદ્દે ભાજપના રાજ્યસભા સાંસદ રાકેશ સિન્હા (Rakesh Sinha) એ આરોપીઓ પર કડક કાર્યવાહીની માંગણી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર: શિવસેના પાસેથી આ 'બલિદાન' ઈચ્છે છે કોંગ્રેસ, સરકાર બનાવવી એ નથી બચ્ચાના ખેલ


ભાજપના સાંસદ રાકેશ સિન્હાએ કહ્યું કે જેએનયુપમાં દેશવિરોધી વિચારધારાને પ્રોત્સાહન મળી રહ્યું છે. યુનિવર્સિટીમાં ભણતા રાષ્ટ્રવિરોધી તત્વોની ઓળખ કરીને તેમને તરત જેએનયુ પરિસરમાંથી બહાર કાઢવા જોઈએ. 


'Rafale Dealમાં ભ્રષ્ટાચાર એ ભારતના ઈતિહાસમાં સૌથી મોટા ફેક ન્યૂઝ છે' તથ્યો જાણવા જુઓ આજે રાતે DNA


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube