મહારાષ્ટ્ર: શિવસેના પાસેથી આ 'બલિદાન' ઈચ્છે છે કોંગ્રેસ, સરકાર બનાવવી એ નથી બચ્ચાના ખેલ

મહારાષ્ટ્ર: શિવસેના પાસેથી આ 'બલિદાન' ઈચ્છે છે કોંગ્રેસ, સરકાર બનાવવી એ નથી બચ્ચાના ખેલ

નવી દિલ્હી; મહારાષ્ટ્ર(Maharashtra)માં સરકાર બનાવતા પહેલા કોંગ્રેસ(Congress) પાર્ટી ધર્મનિરપેક્ષતા પર શિવસેના (Shivsena) પાસેથી વચન ઈચ્છે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કોંગ્રેસ, શિવસેના પાસેથી કટ્ટર હિન્દુત્વ (Hindutva) છબીની જગ્યાએ સોફ્ટ હિન્દુત્વ અપનાવવાનું વચન ઈચ્છે છે.  આ બધા વચ્ચે 17 તારીખે દિલ્હીમાં કોંગ્રેસ અને NCPના નેતાઓની એક બેઠક થશે. જેમાં શિવસેના સાથે જવા માટેની શરતો પર ચર્ચા થશે. ત્યારબાદ કોંગ્રેસ, શિવસેના અને એનસીપીના વરિષ્ઠ નેતાઓની મુલાકાત થશે જેમાં સરકરા બનાવવા અને ધર્મનિરપેક્ષતા (Secularism) પર શિવસેનાની પ્રતિબદ્ધતા અંગેની વાત થશે. સૂત્રોના જણાવ્યાં મુજબ શિવસેના જો કમિટમેન્ટ આપશે તો જ મહારાષ્ટ્રમાં શિવસેના, NCP અને કોંગ્રેસની સરકાર  બનશે. આજે સાંજ સુધીમાં કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ સોનિયા ગાંધીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા અને એનસીપી સાથે થયેલી વાતચીત અંગેનો રિપોર્ટ સોંપશે. 

ક્યાં કારણે મહારાષ્ટ્રમાં ન બની એક પણ પક્ષની સરકાર, જુઓ X-Ray..આ વીડિયો ખાસ જુઓ

કોંગ્રેસ અને એનસીપીએ સીએમપી પર બનાવી કમિટી
આ અગાઉ કોંગ્રેસ અને શરદ પવાર (Sharad Pawar)ના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ બુધવારે ન્યૂનતમ લઘુત્તમ કાર્યક્રમ (CMP)ને અંતિમ સ્વરૂપ આપવા માટે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો. જેમાં મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના સાથે ગઠબંધન પર ચર્ચા થઈ શકે. આ બાજુ ભાજપના નેતાઓના નિવેદનો પરથી સંકેત મળે છે કે શિવસેના સાથે હજુ પણ સરકાર બનાવવા અંગે પાર્ટીએ આશા છોડી નથી. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ વિધાયક દળના નેતા દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે લાગેલા રાષ્ટ્રપતિ શાસન (President Rule)ને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા રાજ્યને જલદી સ્થિર સરકાર મળે તેની આશા વ્યક્ત કરી હતી. આ બાજુ ઉદ્ધવ ઠાકરે પણ પ્રેસ કોન્ફરન્સમાં કહી ચૂક્યા છે કે વિકલ્પ હજુ ખતમ થયા નથી, ભાજપ સંપર્ક કરી રહ્યો છે. 

કોંગ્રેસના નેતાઓના જણાવ્યાં મુજબ પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રીઓ અશોક ચૌહાણ, પૃથ્વીરાજ ચૌહાણ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બાળાસાહેબ થોરાત, માણિકરાવ ઠાકરે અને વિજય વડેટ્ટીવારને કમિટીમાં સામેલ કર્યા છે. જ્યારે એનસીપીએ કમિટીમાં જયંત પાટીલ, અજીત પવાર, છગન ભૂજબળ, ધનંજય મુંડે અને નવાબ મલિકને સામેલ કર્યા છે. 

જુઓ LIVE TV

ન્યૂનતમ લઘુત્તમ કાર્યક્રમ પર ચર્ચા કરવા માટે કમિટીની રચનાનો નિર્ણય વરિષ્ઠ કોંગ્રેસ નેતા અહેમદ પટેલ દ્વારા મંગળવારે મુંબઈમાં શરદ પવાર સાથેની બેઠકમાં લેવાયો હતો. કોંગ્રેસ અને એનસીપીની કોશિશો વચ્ચે ભાજપ પણ ચૂપચાપ બેઠો નથી. દિલ્હી અને મુંબઈમાં પાર્ટીની આ મુદ્દે અનેક બેઠક થઈ છે. મંગળવાર સાંજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જે રીતે ભાજપને લઈને નરમ વલણ અપનાવતા  કહ્યું કે હજુ પણ ત્યાંથી સંપર્ક થઈ રહ્યો છે, ત્યારે આ બાજુ દેવેન્દ્ર ફડણવીસે પણ રાજ્યને જલદી સ્થિર સરકાર આપવાની વાત કરી. આ સાથે જ પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે એ પણ દાવો કર્યો કે સરકાર તો ભાજપની જ આવશે. એવું માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિ શાસન લાગવાની મર્યાદા વચ્ચે ભાજપ શિવસેના સાથે સરકાર બનાવવાના પ્રયત્નો કર્યા કરશે. 

ઉલ્લેખનીય છે કે ભાજપ અને શિવસેના ગઠબંધનને આ વખતે 21મી ઓક્ટોબરે યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં બહુમત મળ્યું હતું. પરંતુ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે દ્વારા અઢી અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદની માંગણી આગળ ધરી દેવાતા ગઠબંધન તૂટી ગયું. ભાજપે શિવસેનાની રોટેશનલ મુખ્યમંત્રી પદની માગણીને ફગાવી દીધી. મહારાષ્ટ્રમાં મંગળવારે સાંજે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવાયું અને વિધાનસભા ભંગ કરી દેવાઈ.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news