Delhi Kanjhawala Case: દિલ્હી હિટ એન્ડ રન કેસમાં જે યુવતીનું મોત થયું તે અંજલિના મિત્ર નવીને ઝી ન્યૂઝ પર મોટો ખુલાસો કર્યો છે. નવીને કહ્યું કે હોટલમાં પૈસા અંગે અંજલિ અને નિધિમાં ઝઘડો થયો હતો. દિલ્હીના અંજલિ કેસમાં 7માં આરોપીએ પોલીસ સામે સરન્ડર કર્યું છે. જ્યારે અંજલિના મિત્ર નવીને ઝી ન્યૂઝ પર મોટો ખુલાસો કર્યો. નવીને જણાવ્યું કે પૈસા અંગે હોટલમાં અંજલિ અને નિધિ વચ્ચે ઝઘડો  થયો હતો તેણે એમ પણ કહ્યું કે તેણે નિધિને આ અગાઉ પહેલા ક્યારેય અંજલિ સાથે જોઈ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છઠ્ઠા આરોપીનો સીસીટીવી વીડિયો
અત્રે જણાવવાનું કે અંજલિ કેસના છઠ્ઠા આરોપી આશુતોષનો એક સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં તેઓ રોહિણી સેક્ટર વનવાળા પોતાના ઘરની બહાર ઉભેલો દેખાય છે. આશુતોષને તેના મિત્રએ પહેલેથી બધુ જણાવી દીધુ હતું. આથી તે પોતાના ઘરની બહાર અંજલિ કેસના આરોપીઓની રાહ જોતો જોવા મળ્યો. 


Viral Video: DTC બસમાં છોકરી સામે ગંદી હરકત, પકડાઇ જતાં રડવા લાગ્યા


E-Challan: ઓનલાઈન આ રીતે કરી શકાશે ચેક, દંડ ભરવા ઓફિસના નહીં ખાવા પડે ધક્કા


Kanjhawala Case: કંઝાવલા કાંડમાં 5 નહીં 7 આરોપી, દિલ્હી પોલીસે જણાવી તપાસની દરેક વાત


કંઝાવલા કેસમાં મોટો ખુલાસો
નોંધનીય છે કે આ મામલે અન્ય અનેક ખુલાસા થયા છે. પોલીસના જણાવ્યાં મુજબ ઘટના સમયે કારમાં ફક્ત 4 આરોપી હતા. કાર અમિત ખન્ના ચલાવતો હતો અને દીપક ઘરમાં હતો. અમિત ખન્ના પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ નહતું. આથી દીપકે તેની જવાબદારી  લીધી કે કાર તે ચલાવતો હતો. 


અત્રે જણાવવાનું કે કેસની કહાની હવે ફિલ્મ દ્રશ્યમની જેમ ગૂંચવાઈ રહી છે. ગુરુવાર સુધી દિલ્હી પોલીસ કહેતી હતી કે કારમાં 5 આરોપી હતા. ત્યારબાદ શુક્રવારે ખબર પડી કે કારમાં 4 જ આરોપી હતા. ત્રણ દિવસ પહેલા સુધી પોલીસનો દાવો હતો કે કાર દીપક ખન્ના ચલાવતો હતો અને હવે પોલીસે જ ગુરુવારે જણાવ્યું કે કાર અમિત ખન્ના ચલાવતો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube