Delhi Kanjhawala Case: કંઝાવલા કાંડમાં 5 નહીં 7 આરોપી, દિલ્હી પોલીસે જણાવી તપાસની દરેક વાત
સાગર હુડ્ડાએ જણાવ્યું કે પાંચ આરોપી કસ્ટડીમાં છે અને તેમના નિવેદનોના આધાર પર જે ક્લૂ મળી રહ્યો છે તેન લઈને તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે આરોપીઓના નિવેદનોમાં ઘણી વસ્તુ અલગ મળી છે.
Trending Photos
નવી દિલ્હીઃ Kanjhawala Death Case: દિલ્હીના કંઝાવલામાં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની રાત્રે એક ભયાનક દુર્ઘટના થઈ અને અંજલિ નામની યુવતીનું મૃત્યુ થયું હતું. આ મામલામાં પોલીસ પાંચ આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. ગુરૂવારે દિલ્હી પોલીસે આ મામલા સાથે જોડાયેલી મહત્વની જાણકારી આપી છે. દિલ્હી પોલીસના અધિકારી સાહર પી હુડ્ડાએ જણાવ્યુ કે, હજુ સુધી હત્યાનો કેસ બની રહ્યો નથી, કારણ કે હત્યા માટે મોટિવની જરૂર હોય છે અને અત્યાર સુધીની તપાસમાં આવો કોઈ ઈરાદો સામે આવ્યો નથી. તેમણે કહ્યું કે, આ કેસમાં દિલ્હી પોલીસની 18 ટીમ કામ કરી રહી છે. ક્રાઇમ સીનની પણ મુલાકાત લેવામાં આવી છે.
સાગર હુડ્ડાએ જણાવ્યું કે પાંચ આરોપી કસ્ટડીમાં છે અને તેમના નિવેદનના આધાર પર જે ક્લૂ મળી રહ્યો છે તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે આરોપીઓના નિવેદનમાં ઘણી વસ્તુ અલગ મળી છે. અધિકારીએ જણાવ્યું કે સીસીટીવી અને સીડીઆરના આધાર પર જાણકારી મળી છે કે બે અન્ય લોકો સામેલ હતા.
નિવેદનોમાં હેરફેર
દિલ્હી પોલીસે કહ્યુ કે દીપકે ખુદને ડ્રાઇવર જણાવ્યો હતો, પરંતુ ગાડી અમિત ડ્રાઇવ કરી રહ્યો હતો. બે અન્ય લોકો સામેલ હતા. આ તેના સહયોગી હતા અને તેને પણ કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, અમારી ટીમ આ કેસમાં ગંભીરતાથી તપાસ કરી રહી છે અને પોસ્ટમોર્ટમનો ફાઇનલ રિપોર્ટ આવવાનો બાકી છે.
શારીરિક છેડછાડના પૂરાવા મળ્યા નથી
સાગર હુડ્ડાએ જણાવ્યુ કે સીસીટીવીના ટાઇમિંગ પ્રમાણે કોલ રેકોર્ડના આધાર પર કોઈ જૂની લિંક મળી નથી. આ સાથે આરોપી અને આઈવિટનેસમાં પણ કોઈ જૂની લિંક મળી નથી. તેમણે કહ્યું કે, એવી કોઈ વસ્તુ નથી જે શારીરિક છેડછાડનો ઈશારો કરતી હોય.
કસ્ટડીમાં લઈ જવા કોર્ટમાં રજૂ કરીશું
તેમણે કહ્યું કે, અમારી પાસે જે આરોપી છે તેને બીજીવાર કસ્ટડીમાં લેવા માટે રજૂ કરવામાં આવશે. બે અન્ય આરોપી છે જેની ધરપકડ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેનું નામ આશુતોષ અને અંકુશ ખન્ના છે. જલદી કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે.
નિધિએ પોલીસને જાણ કેમ ન કરી?
સાગર પ્રીત હુડ્ડાએ જણાવ્યું કે નિધિ આ મામલામાં મહત્વની સાક્ષી છે અને અમે 164 હેઠળ નિવેદન નોંધ્યું છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી તેણે પોલીસને રિપોર્ટ કેમ ન કર્યો તે અમારા મગજમાં પણ છે. તેમણે કહ્યું- અમે પણ કાઉન્સેલિંગ કર્યું છે... કોઈ ટ્રોમા હોઈશ કે છે. દરેક પાસાંથી તપાસ થઈ રહી છે. તેણે પોતાની માતાને જણાવ્યું.. તો અમે તેની પણ તપાસ કરીશું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે