Anjali death case: દિલ્હીના કંઝાવાલા કેસે માત્ર દિલ્હીને જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. કેસમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ઝી ન્યૂઝના ખુલાસામાં એક ચોંકાવનારી વાત સામે આવી છે કે અંજલીને 12 કે 13 કિમી નહીં પરંતુ 40 કિમી સુધી ઢસડવામાં આવી હતી. પરંતુ પોલીસ હજુ સુધી એમ જ કહે છે કે અંજલિને 13 કિમી સુધી જ ઢસડવામાં આવી હતી. વાત જાણે એમ છે કે અંજલિ તેની મિત્ર સાથે પાર્ટી કરવા માટે હોટલમાં ગઈ હતી. જ્યાંથી નીકળ્યા બાદ તેની સ્કૂટી એક કાર સાથે ટકરાઈ અને ત્યારબાદ તેને લગભગ 40 કિમી સુધી ઢસડવામાં આવી હતી આ દરમિયાન તેણે દમ તોડ્યો. આ ઉપરાંત અંજલિનો ઓટોપ્સી રિપોર્ટ પણ આવ્યો જેમાં વધુ એક ખુલાસો થયો છે. જે મુજબ ઓછામાં ઓછી 40 ઈજાઓ બહાર શરીર પર થઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

40 KM સુધી ઢસડાઈ
અંજલિના દર્દનાક મોતને માત્ર મામૂલી રોડ અકસ્માતમાં ખપાવનાર દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે અંજલિ માત્ર 13 કિમી સુધી ઢસડાઈ હતી. જ્યારે સાચી વાત કઈ અલગ જ છે. અંજલિ રોહિણી જિલ્લાની હોટલ વિવાનથી રાતે 1.16 વાગે બહાર આવી અને મિત્ર સાથે 1.31 વાગે સ્કૂટી પર બેસીને ઘરે જવા નીકળી. ત્યારે સ્કૂટી નિધિ ચલાવી રહી હતી. જેવા તેઓ રોહિણીથી નીકળ્યા સ્કૂટીથી આઉટર ડિસ્ટ્રિક્ટના સુલ્તાનપુરીના કૃષ્ણા વિહાર પહોંચ્યા ત્યારે રાતે 2.05 વાગે અંજલિની સ્કૂટીનો બલેનો કાર સાથે અકસ્માત થયો. ઘાયલ હાલતમાં અંજલિ ગાડીના નીચેના ભાગમાં ફસાઈ ગઈ. તે બૂમો પાડતી રહી પરંતુ આટલા ગાઢ રહેણાંક વિસ્તારમાં કોઈના કાનમાં તેનો અવાજ પડ્યો નહીં. અકસ્માત બાદ નિધિ પણ ગાયબ થઈ ગઈ. 


દારૂના નશામાં ચૂર પાંચ હેવાન સુલ્તાન પુરીથી કંઝાવાલા જવા નીકળ્યા. સૌથી પહેલું સીસીટવી 3.05 વાગ્યાનું સામે આવ્યું જેમાં બલેનો કાર અંજલિને ઢસડી રહેલી જોવા મળે છે. ત્યારબાદ ગાડી 3.28 વાગે કંઝાવાલા રોડ પર જતી જોવા મળે છે. ગાડીની ઝડપ 20 થી 30 ની સ્પીડ લાગી રહી છે. ગાડી એકવાર ફરીથી 3.34 વાગે યુટર્ન લેતી જોવા મળે છે. ગાડીની નીચે અંજલિ ત્યાંથી પસાર થતા લોકોને સ્પષ્ટ જોવા મળી રહી છે. 


એક પ્રત્યક્ષદર્શી તેની બાઈકથી ગાડીનો પીછો કરી રહ્યો હતો તો બીજો પોલીસને જણાવી રહ્યો હતો કે એક બલેનો ગાડી નીચે કોઈની લાશ ફસાયેલી છે. પોલીસની એફઆઈઆર મુજબ બહારી દિલ્હીના સુલ્તાનપુરીના શનિ બજારમાં રાતે 2 વાગ્યાની આસપાસ ઘટના ઘટી હતી. ત્યારબાદ સતત એક પછી એક 3 પીસીઆર કોલ કંઝાવાલા પોલીસસ્ટેશનને મળ્યા હતા કે એક બોડી બલેનો ગાડી નીચે ઢસડાઈ રહ્યો છે.  પરંતુ છેલ્લા કોલ સુધી પણ પોલીસ ગાડીને રોકવામાં સફળ થઈ શકતી નથી. 


ત્યારબાદ દિલ્હી પોલીસને છેલ્લે કોલ 4.11 વાગે મળ્યો જેમાં જણાવવામાં આવ્યું કે કંઝાવાલા રોડના જોન્ટી ગામ પાસે એક યુવતીની નગ્ન લાશ પડી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે કહ્યું કે અંજલિને 10થી 12 કિમી સુધી ઢસડવામાં આવી. પરંતુ આ એક અર્ધ સત્ય હતું. ઘટનાનું સંપૂર્ણ સત્ય એ છે કે અંજલિને 13 કિલોમીટર નહીં પરંતુ 40 કિમી સુધી ઢસડવામાં આવી હતી. 


અંજલીની બહેનપણી નિધિના ખુલાસા બાદ પોલીસના હોશ ઉડ્યા, આ 8 સવાલે વધાર્યુ ટેન્શન


નશામાં ધૂત વ્યક્તિ ફ્લાઈટમાં મહિલાની સીટ પાસે ગયો, પેન્ટની ઝિપ ખોલી અને પછી...


કોણ બનશે વિશ્વની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષ? રેસમાં આ 3 દિગ્ગજ નેતાઓના નામ


બાળકને ન મળવા દેવું એ ભરણ પોષણની ચૂકવણી નહીં કરવાનું બહાનું ન બની શકે- મદ્રાસ HC


ઓટોપ્સી રિપોર્ટ સામે આવ્યો
બીજી બાજુ અંજલિનો ઓટોપ્સી રિપોર્ટ પણ સામે આવ્યો છે. જે મુજબ અંજલિને ઓછામાં ઓછી 40 ઈજાઓ બહારની બાજુ થઈ હતી. રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે અંજલિની ત્વચા ખુબ જ ખરાબ રીતે છોલાઈ ગઈ હતી. જેના કારણે પીઠ બાજુથી પાંસળીઓ નીકળી ગઈ હતી. આ ઉપરાંત ખોપડી પણ તૂટી ગઈ હતી અને બ્રેનનો હિસ્સો ગાયબ હતો. 


ઓટોપ્સી રિપોર્ટ મુજબ વધુ લોહી વહેવાથી અંજલિનું મોત થયું. રિપોર્ટમાં બંને પગમાં ગંભીર ઈજા, કરોડના હાડકા અને જાંઘના હાડકામાં ઈજાના કારણે ખુબ ઝડપથી લોહી વહ્યું હતું. રિપોર્ટમાં એ વાતની પણ શંકા વ્યક્ત કરાઈ છે કે અંજલિને બધી ઈજા કાર અકસ્માત અને ઢસડાવવાના કારણે થઈ હતી. 


5 લોકોની ધરપકડ
જો કે રિપોર્ટમાં કોઈ યૌન શોષણના સંકેત મળ્યા નથી. પોલીસે આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી છે. પૂછપરછ ચાલુ છે. દબોચાયેલા યુવકોના નામ દીપક ખન્ના, અમિત ખન્ના, કૃષ્ણ, મિટ્ઠુ, અને મનોજ મિત્તલ હોવાનું કહેવાયું છે. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube