Kanjhawala Case: 31 ડિસેમ્બરની રાત્રે દિલ્હીના રસ્તા પર અંજલિની સાથે શું થયું? તેની મિત્રએ જણાવી સમગ્ર કહાની
Delhi Kanjhawala case: દિલ્હીના કંઝાવલામાં 31 ડિસેમ્બરની રાત્રે કારની નીચે આવીને જીવ ગુમાવનાર અંજલિની મિત્રએ ચોંકાવનારા ખુલાસા કર્યાં છે. તેણે પોલીસની સામે ખુલાસો કર્યો કે તે અકસ્માત બાદ કેમ ભાગી ગઈ હતી.
નવી દિલ્હીઃ Delhi Girl Accident: દિલ્હીના કંઝાવલા કાંડમાં મંગળવારે વધુ એક સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. તેમાં ઘટનાની થોડી કલાકો પહેલા એક હોટલની બહાર પીડિતા એક અન્ય યુવતી સાથે ઝગડતી જોવા મળી હતી. પોલીસને તપાસમાં સામે આવ્યું કે પીડિત યુવતી સિવાય બીજી યુવતી તેની મિત્ર હતી. પીડિતાની મિત્ર દુર્ઘટના સમયે તેની સાથે હતી.
પોલીસ અનુસાર પીડિતા અંજલિ સિંહને રોહિણીની એક હોટલની બહાર રેકોર્ડ કરાયેલા ફુટેજમાં પોતાની મિત્ર નિધિ સાથે ચર્ચા કરતી જોઈ શકાય છે. જ્યાં તે શનિવારની સાંજે નવા વર્ષની પૂર્વ સંધ્યા પાર્ટીમાં સામેલ થઈ હતી. બંને હોટલની બહાર ઝગડો કરી રહ્યાં હતા. આ તેના મોતથી માત્ર 15 મિનિટ પહેલાની વાત છે.
પીડિતાની મિત્રએ આપ્યું નિવેદન
આ કેસમાં હવે પીડિતાની મિત્ર નિધિનું નિવેદન પણ સામે આવ્યું છે. નિધિએ કહ્યું કે કાર આગળથી અથડાઈ હતી. હું ડરી ગઈ હતી, તેથી મેં કોઈને કશું કહ્યું નહીં. તે કારની નીચે ફસાઈ ગઈ હતી. કાર તેને ખેંચીને દૂર લઈ ગઈ. હું ઇચ્છતી ન હતી કે મારા પરિવારના સભ્યો આ વિશે વાત કરે, તેથી મેં કશું કહ્યું નહીં. પહેલા અમે હોટલની બહાર લડતા હતા, તે કહેતી હતી કે હું સ્કૂટી ચલાવીશ, હું કહેતી હતી કે હું ચલાવીશ. તેણે સ્કૂટી ચલાવી હતી.
PM મોદીએ બ્રિટનના કિંગ ચાર્લ્સ-III સાથે ફોન પર કરી વાત, આ મુદ્દે થઈ ચર્ચા
દુર્ઘટનામાં નિધિને થી સામાન્ય ઈજા
આ દુર્ઘટનામાં નિધિને સામાન્ય ઈજા થઈ અને તે દુર્ઘટના બાદ ફરાર થઈ ગઈ હતી. તેણે પોલીસને જણાવ્યું કે હું ડરી ગઈ હતી. મંગળવારે યુવતીના પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ પણ સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે માથા, કરોડરજ્જુ અને નીચલા હાથપગમાં ઇજાના પરિણામે રક્તસ્રાવ અને ઇજાને કારણે તેનું મૃત્યુ થયું હતું.
પોલીસ કસ્ટડીમાં છે આરોપી
સુલ્તાનપુરી નિવાસી યુવતી એક ઈવેન્ટ મેનેજમેન્ટ ફર્મમાં કામ કરતી ગતી. દુર્ઘટનાના દિવસે પણ તે કામના સિલસિલામાં બહાર હતી. પોલીસે કારમાં સવાર પાંચ યુવકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરી લીધો છે. પાંચેય આરોપીઓને સોમવારે ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- અંજલિની સાથે બળાત્કાર નહીં, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું મોતનું કારણ
યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
મંગળવારે સાંજે ભારે સુરક્ષા વચ્ચે યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સમાં મૃતદેહને સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન યુવતીના પરિવારના સભ્યો અને પડોશીઓ એમ્બ્યુલન્સની સાથે હતા. “જસ્ટિસ ફોર અંજલિ” લખેલા બેનરો લઈને મોટી સંખ્યામાં લોકો અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. આ દરમિયાન લોકોએ આરોપીઓને ફાંસી આપવાની માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube