દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પોતાના પદ પરથી આપ્યુ રાજીનામુ
Anil Baijal Resigns: દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે.
નવી દિલ્હીઃ દિલ્હીના ઉપ-રાજ્યપાલ અનિલ બૈજલે પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. સૂત્રો પ્રમાણે તેમણે અંગત કારણોનો ઉલ્લેખ કરતા પોતાનું રાજીનામુ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મોકલી આપ્યુ છે. નોંધનીય છે કે પૂર્વ આઈએએસ અધિકારી અનિલ બૈજલને 31 ડિસેમ્બર 2016ના દિલ્હીના ઉપ-રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. તેમણે નઝીબ જંગનું સ્થાન લીધુ હતું. અટલ બિહારી વાજપેયીના કાર્યકાલમાં બૈજલ મુખ્ય સચિવ રહી ચુક્યા છે.
મહત્વનું છે કે ઉપરાજ્યપાલ પદે 30 ડિસેમ્બર 2021ના અનિલ બૈજલનો કાર્યકાળ પૂરો થઈ ગયો હતો પરંતુ તેમને સેવા વિસ્તાર આપવામાં આવ્યો હતો. તેઓ પાંચ વર્ષ સુધી દિલ્હીના ઉપરાજ્યપાલ રહ્યા. અધિકારોને લઈને પણ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપરાજ્યપાલ વચ્ચે વિવાદ થતો રહ્યો છે.
અનિલ બૈજલ 1969 બેચના આઈએએસ અધિકારી રહ્યા છે. તેમને દિલ્હીના 21મા ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા. અટલ બિહારી વાજયેપી સરકારમાં તે કેન્દ્રીય ગૃહ સચિવના રૂપમાં કામ કરી ચુક્યા છે. ગૃહ સચિવ રહેવા દરમિયાન તેમણે કિરણ બેદી પર કાર્યવાહી કરી હતી અને તેમને હેડ ઓફ જેલ્સના પદેથી હટાવવામાં આવ્યા હતા. તેમના પર જેલના નિયમોના ઉલ્લંઘનનો આરોપ હતો.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube