નવી દિલ્હીઃ દિલ્હી અને કેન્દ્ર સરકારના લાખ પ્રયત્નો છતાં રાજધાનીમાં કોરોનાના કેસ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. તેને ધ્યાનમાં રાખતા દિલ્હી સરકારે હોસ્પિટલોના ડોક્ટરો અને સપોર્ટ સ્ટાફ સહિત સ્વાસ્થ્ય વિભાગના બધા કર્મચારીઓની રજા રદ્દ કરી દીધી છે. તો બીજીતરફ કોરોના પોઝિટિવ દર્દીઓને સરકારી ફેસલિટીમાં ક્વોરેન્ટીન કરવાનો આદેશ ઉપરાજ્યપાલે વિવાદ બાદ પાછો ખેંચી લીધો છે. એલજીએ કહ્યુ કે, હવે લક્ષણો વગરના કે ઓછા લક્ષણો વાળા કોરોના પોઝિટિવ દર્દીઓને સરકારી ક્વોરેન્ટીન કરવાની જરૂર નથી. મહત્વનું છે કે આ એલજીના આ નિર્ણયનો સીએમ અરવિંદ કેજરીવાલે વિરોધ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉપ રાજ્યપાલે પરત લીધો આદેશ
દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે રાજધાનીમાં કોરોના દર્દીઓ માટે 5 દિવસ સરકારી ક્વોરેન્ટીનમાં રાખવાના નિર્ણયને પરત લઈ લીધો છે. ઉપ રાજ્યપાલે કહ્યુ કે, ઇન્સ્ટીટ્યૂશન આઇસોલેશનના મામલામાં માત્ર તે કોવિડ -19 પોઝિટિવ દર્દીઓને ઇન્સ્ટીટ્યૂશન આઇસોલેશનમાં જવુ પડશે જેને ક્લિનિકલ અસેસમેન્ટ માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી અને જેની પાસે હોમ આઇસોલેશનની પર્યાપ્ત સુવિધા નથી. 


સાવધાન! ઘટ્યો નથી કોરોનાનો ખતરો, WHOએ આપી વધુ એક નવા ખતરનાક તબક્કાની ચેતવણી  

 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube