Delhi Liquor Policy: ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં પોતાની ધરપકડ થવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દિલ્હીમાં શિક્ષણ વિભાગમાં થઈ રહેલા મોટા કામો પર બ્રેક  લગાવવા માંગે છે. આથી બની શકે કે 2-3 દિવસમાં મારી ધરપકડ કરાય. આ બધા વચ્ચે એવા ખબર આવ્યા કે સીબીઆઈએ સિસોદિયા સહિત 14 લોકો વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ બહાર પાડી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીબીઆઈ સૂત્રો દ્વારા સ્પષ્ટતા
ન્યૂઝ એજન્સી એએનઆઈએ સીબીઆઈ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે દિલ્હી આબકારી નીતિ મામલે મનિષ સિસોદિયા અને અન્ય વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જલદી બહાર પડે  તેવી શક્યતા છે, આ હજુ પ્રોસેસમાં છે. અત્રે જણાવવાનું કે ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં પોતાની ધરપકડ થવાની આશંકા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દિલ્હીમાં શિક્ષણ વિભાગમાં થઈ રહેલા મોટા કામો પર બ્રેક  લગાવવા માંગે છે. આથી બની શકે કે 2-3 દિવસમાં મારી ધરપકડ કરાય. લૂકઆઉટ નોટિસબાદ તેઓ દેશ છોડીને બહાર જઈ શકશે નહીં. જો તેમણે આમ કરવાની કોશિશ કરી તો અટકાયત થઈ શકે છે. 


Watch Video: 'ગુજરાતમાં 'લઠ્ઠાકાંડ' થઈ ગયો, 10,000 કરોડની એક્સાઈઝ ચોરી થાય છે, ત્યાં CBI-ED રેડ નથી પાડતી'


સીબીઆઈની એફઆઈઆરમાં આ લોકોના નામ સામેલ
1. મનિષ સિસોદિયા ડેપ્યુટી સીએમ દિલ્હી
2. આર્વ ગોપીકૃષ્ણ, તત્કાલિન એક્સાઈઝ કમિશનર
3. આનંદ તિવારી, એક્સાઈઝ ડેપ્યુટી કમિશનર
4. પંકજ ભટનાગર, આસિસ્ટન્ટ એક્સાઈઝ કમિશનર
5. વિજય નાયર, સીઈઓ એન્ટરટેઈન્મેન્ટ ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની, મુંબઈ
6. મનોજ રાય, પૂર્વ કર્મચારી પેનોર્ડ રેકોર્ડ
7. અમનદીપ ઢાલ, ડાઈરેક્ટર બ્રિંડકો સેલ્સ પ્રાઈવેટ લિમિટેડ મહારાણી બાગ


BJP Press Conference: મનિષ સિસોદિયાના આરોપ પર ભાજપનો પલટવાર, કહ્યું- દિલ્હીમાં રેવડી અને બેવડી સરકાર

8. સમીર મહેન્દ્રુ, મેનેજિંગ ડાઈરેક્ટર ઈન્ડોસ્પ્રિટ ગ્રુપ જોરબાગ
9. અમિત અરોરા, ગુજરાવાલા ટાઉન દિલ્હી
10. બડી રિટેલ પ્રાઈવેટ લિમિટેડ
11. દિનેશ અરોરા, ગુજરાવાલા ટાઉન દિલ્હી
12. મહાદેવ લિકર, ઓખલા ઈન્ડસ્ટ્રિયલ એરિયા
13. સની મારવાહ મહાદેવ લિકર
14. અરુણ રામચંદ્ર પિલ્લાઈ, બેંગ્લુરુ કર્ણાટક
15. અર્જૂન પાંડે, ગુરુગ્રામ ફેઝ 3 ડીએલએફ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube