Watch Video: 'ગુજરાતમાં 'લઠ્ઠાકાંડ' થઈ ગયો, 10,000 કરોડની એક્સાઈઝ ચોરી થાય છે, ત્યાં CBI-ED રેડ નથી પાડતી'

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપને અરવિંદ કેજરીવાલથી પરેશાની છે. કેજરીવાલને રોકવા માટે આ બધુ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી અરવિંદ કેજરીવાલને સારા કામ કરતા રોકવાની કોશિશ કરી રહ્યા છે. 

Watch Video:  'ગુજરાતમાં 'લઠ્ઠાકાંડ' થઈ ગયો, 10,000 કરોડની એક્સાઈઝ ચોરી થાય છે, ત્યાં CBI-ED રેડ નથી પાડતી'

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે ભાજપને અરવિંદ કેજરીવાલથી પરેશાની છે. કેજરીવાલને રોકવા માટે આ બધુ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી અરવિંદ કેજરીવાલને સારા કામ કરતા રોકવાની કોશિશ કરી રહ્યા છે. આ ઉપરાંત સિસોદિયાએ ગુજરાતમાં તાજેતરમાં જ જે કેમિકલ કાંડ થયો તેનો પણ ઉલ્લેખ કરીને નિશાન સાધ્યું. 

નવી એક્સાઈઝ પોલીસી બેસ્ટ
મનિષ સિસોદિયાએ દિલ્હીની નવી એક્સાઈઝ પોલીસીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે દિલ્હી મોડલના વખાણ NYT એ કર્યા. દિલ્હીની નવી એક્સાઈઝ પોલીસી બેસ્ટ પોલીસી છે. એક્સાઈઝ પોલીસીમાં કોઈ કૌભાંડ થયું નથી. સારા કામો થતા રોકવાની કોશિશ થઈ રહી છે. તેમણે કહ્યું કે સત્યેન્દ્ર જૈન પહેલેથી જેલમાં છે, હું પણ બે-ત્રણ દિવસમાં ધરપકડ થઈશ. શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કામ રોકવાનું ષડયંત્ર થઈ રહ્યું છે. 

जो Excise Policy हम ला रहे थे वो पूरे देश की Best Excise Policy है।

उससे Delhi Govt को हर साल ₹10,000 Crore का फ़ायदा होता, अगर LG आख़िरी समय पर साज़िश नहीं करते।

— AAP (@AamAadmiParty) August 20, 2022

આબકારી નીતિમાં કોઈ કૌભાંડ નહીં
સીબીઆઈના દરોડા પરથી બોલતા સિસોદિયાએ કહ્યું કે અમારા પર દરોડા માટે સીબીઆઈને ઉપરથી આદેશ અપાયો. મારા પરિવારને કોઈ અસુવિધાન ન થવા દેવા બદલ હું સીબીઆઈનો આભાર જતાવવા માંગુ છું. તેમણે કહ્યું કે દિલ્હીની આબકારી નીતિ સંપૂર્ણ પારદર્શકતાની સાથે લાગૂ કરાઈ હતી, કોઈ કૌભાંડ થયું નથી. 

अगला चुनाव Modi v/s Kejriwal होकर रहेगा।

— AAP (@AamAadmiParty) August 20, 2022

કેજરીવાલને રોકવા માંગે છે  ભાજપ
તેમણે કહ્યું કે આ લોકોને કૌભાંડની ચિંતા નથી,આ લોકોની ચિંતા અરવિંદ કેજરીવાલ છે. જેમને જનતા પ્રેમ કરે છે અને જે રાષ્ટ્રીય સ્તરે એક વિકલ્પ તરીકે ઊભર્યા છે. તેઓ અરવિંદ કેજરીવાલને રોકવા માંગે છે, જેમના દ્વારા શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કરાયેલા કામની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. 

अगर मुद्दा शराब घोटाला होता तो CBI Gujarat में होती

अगर मुद्दा भ्रष्टाचार होता तो CBI Bundelkhand Expressway घोटाले की जांच करती

इनकी परेशानी ये है की Kejriwal जी को राष्ट्रीय विकल्प के रूप में देखा जा रहा है

— AAP (@AamAadmiParty) August 20, 2022

ગુજરાતમાં દર વર્ષે 10000 કરોડની એક્સાઈઝ ચોરી
સિસોદિયાએ કહ્યું કે મુદ્દો દારૂ કૌભાંડનો છે જ નહીં. તેમને દારૂના કૌભાંડની ચિંતા નથી. જો તેમને દારૂના  કૌભાંડની ચિંતા હોત તો ગુજરાતમાં દર વર્ષે 10,000 કરોડ રૂપિયાની એક્સાઈઝ ચોરી થાય છે. જો મુદ્દો દારૂ કૌભાંડનો હોત તો સીબીઆઈ ગુજરાતમાં હોત, જો મુદ્દો ભ્રષ્ટાચારનો હોત તો સીબીઆઈ બુંદેલખંડ એક્સપ્રેસ વે કૌભાંડની તપાસ કરત. તેમની પરેશાની એ છે કે કેજરીવાલજીને રાષ્ટ્રીય વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે. 

असली मुद्दा सिर्फ़ अरविंद केजरीवाल जी को रोकना है।

— AAP (@AamAadmiParty) August 20, 2022

ગુજરાતના કેમિકલ કાંડનો કર્યો ઉલ્લેખ
પ્રેસ કોન્ફરન્સમાં મનિષ સિસોદિયાએ કહ્યું કે એક્સાઈઝ પોલીસી કે ભ્રષ્ટાચારનો મુદ્દો જ નથી, એક્સાઈઝ પોલીસીના ભ્રષ્ટાચારની વાત હોત તો ગુજરાતમાં રેડ પડત. ગુજરાતમાં Hooch Tragedy થઈ ગઈ, 10,000 કરોડની એક્સાઈઝની ચોરી થાય છે, ત્યાં સીબીઆઈ-ઈડી રેડ નથી કરતી, અસલ મુદ્દો ફક્ત અરવિંદ કેજરીવાલજીને રોકવાનો છે. વધુમાં તેમણે કહ્યું કે 3-4 દિવસમાં આ લોકો મારી ધરપકડ  કરી લેશે. પરંતુ અમે ભગત સિંહના ફોલોઅર્સ છીએ. અમે ડરવાના નથી. આગામી ચૂંટણી Modi v/s Kejriwal થઈને રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news