નવી દિલ્હી : લોકસભા ચૂંટણીનાં સાતમા તથા અંતિમ તબક્કાનું મતદાન પુર્ણ થઇ ચુક્યું છે. ચુંટણી પુર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલનાં પરિણામો આવવાનાં શરૂ થઇ ચુક્યા છે. ટાઉમ્સ નાઉ- વીએમઆર સર્વેના અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં તમામ સાત સીટો ભાજપનાં ખાતામાં જતી જેવા મળી રહી છે. જ્યારે સાતેય સીટો જીતવાનો દાવો કરનાર કોંગ્રેસ અને અરવિંદ કેજરીવાલનાં નેતૃત્વમાં રહેલી આમ આદમી પાર્ટી (આપ)ના ખાતામાં એક પણ સીટ જતી નથી જોવા મળી રહી. જ્યારે 2014માં પણ ભાજપે તમામ સીટો પર કબ્જો કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Times Now-VMRનો દાવો, બંગાળમાં ભાજપને મોટો ફાયદો, ટીએમસી સૌથી મોટી પાર્ટી

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વચ્ચે ત્રિકોણીય મુકાબલો છે. દિલ્હીની તમામ સાતેય સીટો પર છઠ્ઠા તબક્કા હેઠળ 12 મેનાં રોજ મતદાન થવાનું છે. જો કે આ વર્ષે 2014ની તુલનામાં ઓછું મતદાન થયું અને કુલ 60 ટકા મતદાતાઓએ જ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો. દિલ્હીમાં ભાજપનો વિજય રથ અઠકાવવા માટે કોંગ્રેસ અને આપમાં ગઠબંધન મુદ્દે અંતિમ ક્ષતો સુધી અનેક તબક્કાની વાતચીત થઇ, જે નિષ્ફળ રહી હતી. અંતે બંન્ને દળોએ અલગ અલગ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો. 


Exit Poll: મુંબઈ સટ્ટા બજારનું અનુમાન, NDAને 350 સીટ, ભાજપને સ્પષ્ટ બહુમત
Exit poll 2019 LIVE: તમામ સર્વેનો સાર, ફરી એકવાર મોદી સરકાર
જો વોટશેરની વાત કરીએ તો 2014ની ચૂંટણીમાં જ્યાં ભાજપને 46.4 વોટશેર મળ્યુંહ તું ત્યારે અક્ઝીટ પોલમાં હવે 3.72 ટકાનાં ઘટાડા સાથે 42.68 ટકા મતવહેંચણીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ કોંગ્રેસનું મત વહેંચણી જે 2014માં 15.2 ટકા હતું અને આ ચૂંટણીમાં 9 ટકા વધીને 24.2 ટકા રહેવાની સંભાવના છે. આપની વાત કરીએ તો 2014માં તેના વોટશેર કોંગ્રેસ કરતા બમણું 32.9 ટકા રહ્યું હતું તે એક્ઝીટ પોલના અનુસાર 2019માં 7.3 ટકાના ઘટાડા સાથે 25.6 ટકા જ રહ્યું છે.