Exit Poll: મુંબઈ સટ્ટા બજારનું અનુમાન, NDAને 350 સીટ, ભાજપને સ્પષ્ટ બહુમત

મુંબઈ સટ્ટા બજારે પણ લોકસભા ચૂંટણી પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. મુંબઈ સટ્ટાબજાર પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળશે, ભાજપને 299 સીટ અને એનડીએને 51 સીટો મળવાનું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે. 

Exit Poll: મુંબઈ સટ્ટા બજારનું અનુમાન, NDAને 350 સીટ, ભાજપને સ્પષ્ટ બહુમત

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના તમામ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે આગામી 23 મેએ ચૂંટણીના પરિણામ જાહેર થશે. આજે સાતમાં તબકક્કાનું મતદાન પૂર્ણ થતાં તમામ ટીવી ચેનલો પર એક્ઝિટ પોલના આંકડા શરૂ થઈ ગયા છે. મોટા ભાગે તમામ એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની સત્તામાં વાપસી થઈ રહી છે. ત્યારે મુંબઈ સટ્ટા બજારે પણ લોકસભા ચૂંટણી પર પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. મુંબઈ સટ્ટાબજાર પ્રમાણે ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમત મળશે, ભાજપને 299 સીટ અને એનડીએને 51 સીટો મળવાનું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે. મુંબઈ સટ્ટાબજારે આ સાથે તમામ રાજ્યોની લોકસભા ચૂંટણીના આંકડા પણ જાહેર કર્યાં છે. આ સાથે મુંબઈ સટ્ટાબજારનું અનુમાન છે કે રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી હારી શકે છે. 

મુંબઈ સટ્ટાબજારનું અનુમાન

કુલ સીટ- 543
ભાજપ- 299
સહયોગી- 51
એનડીએ= 350

1. મહારાષ્ટ્ર (48)
ભાજપ 25, સહયોગી 16

2. ગુજરાત (26)
ભાજપ- 26

3. મધ્યપ્રદેશ (29)
ભાજપ 25

4. રાજસ્થાન (25)
ભાજપ 22

5. પંજાબ (13)
ભાજપ-4, સહયોગી-2

6. હરિયાણા (10)
ભાજપ 9

EXIT POLL: પશ્વિમ બંગાળમાં કોણ જીતશે? જાણો

7. જમ્મૂ અને કાશ્મીર (6)
ભાજપ 3

8. ઉત્તરાખંડ (5)
ભાજપ 3

9. હિમાચલ પ્રદેશ (4)
ભાજપ 3

10. દિલ્હી (7)
ભાજપ 7

11. ઉત્તરપ્રદેશ (80)
ભાજપ 61, સહયોગી 5

12. બિહાર (40)
ભાજપ 16, સહયોગી 14

લોકસભા ચૂંટણી પરિણામ અંગે શું કહે છે બેજન દારૂવાલા, જાણો

13. તમિલનાડુ (39)
ભાજપ 4, સહયોગી 13

14. કર્ણાટક (28)
ભાજપ 16

15. આંધ્ર પ્રદેશ (25)
ભાજપ 2

16. તેલંગણા (17)
ભાજપ 2

17. કેરલ (20)
ભાજપ 5

લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news