નવી દિલ્હીઃ બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય દળોમાં હલચલ વધી ગઈ છે. બુધવારે કોંગ્રેસ પાર્ટીમાં લોકતાંત્રિક જનતા દળના પ્રમુખ શરદ યાદવની પુત્રી સુભાષિની રાજ રાવની એન્ટ્રી થઈ છે. દિલ્હીની કોંગ્રેસ ઓફિસમાં તે પાર્ટીમાં જોડાઈ છે. કોંગ્રેસ તરફથી તેને બિહારના ચૂંટણી દંગલમાં ઉતારવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસમાં સામેલ થયા બાદ શરદ પવારની પુત્રી સુભાષિનીએ કહ્યું કે, તેમના પિતાની તબીયત સારી નથી. પરંતુ તે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીનો આભાર માને છે. અમારે બિહારને એક સારૂ રાજ્ય બનાવવું છે. 


શરદ યાદવ પૂર્વમાં જનતા દળ (યૂ)ના પ્રમુખ રહ્યા છે, પરંતુ નીતીશ કુમાર સાથે અણબનાવ થયા બાદ તેમણે પોતાની અલગ પાર્ટી બનાવી લીધી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં શરદ યાદવની નવી પાર્ટી મહાગઠબંધનનો ભાગ હતી. 


ભીમા-કોરેગાંવ કેસ: મોદી સરકાર વિરુદ્ધ રચાઈ રહ્યું હતું મોટું ષડયંત્ર, NIA તપાસમાં ખુલાસો


શરદ યાદવની તબીયત છેલ્લા કેટલાક દિવસથી ખરાબ છે અને તેઓ એમ્સમાં પોતાની સારવાર કરાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા સુભાષિનીએ પિતાની તબીયતને લઈને એક નિવેદન આપ્યું હતું. 


પરંતુ હવે આ વખત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ, આરજેડી, સીપીઆઈ, સીપીએમ મહાગઠબંધનમાં છે. બિહારમાં કોંગ્રેસ પાર્ટીને ગઠબંધન હેઠળ 70 સીટ મળી છે, જેમાં કોંગ્રેસે કેટલાક ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube