Delhi Mayor Election: દિલ્હીમાં આજે મેયર પદ માટે ચૂંટણી થવાની છે. જેમાં સીધો મુકાબલો આમ આદમી પાર્ટીના શૈલી ઓબેરોય અને ભારતીય જનતા પાર્ટીના નેતા શિખા રાય વચ્ચે રહેશે. દિલ્હી નગર નિગમમાં આમ આદમી પાર્ટી સત્તા પર છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે 26 એપ્રિલના રોજ થનારી ચૂંટણી માટે બે ઉમેદવારોએ નામાંકન દાખલ કર્યું હતું. જેમાં હાલના મેયર ઓબેરોય અને ભાજપના શિખા રોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે 11 વાગે સદનની કાર્યવાહી શરૂ થશે. સૌથી પહેલા મેયર ચૂંટણીની પ્રક્રિયા થશે. અને જે પણ મેયર તરીકે ચૂંટણી આવશે તેઓ ડેપ્યુટી મેયરની ચૂંટણી પૂરી કરાવશે. શૈલી ઓબેરોય 22 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે ભાજપના રેખા ગુપ્તાને 34 મતથી હરાવ્યા હતા. શૈલીને 150 મત મળ્યા હતા જ્યારે  રેખાને કુલ 266માંથી 116 મત મળ્યા હતા. દિલ્હીમાં મેયર માટે વારાફરતી એક-એક વર્ષના પાંચ કાર્યકાળ માટે ચૂંટણી થાય છે. 


શૈલી ઓબેરોય ફરી કરી શકશે કમાલ?
પહેલા વર્ષમાં મેયર પદ મહિલાઓને જ્યારે ત્રીજા વર્ષમાં અનામત શ્રેણી માટે હોય છે. અન્ય ત્રણ વર્ષ બીજા, ચોથા અને પાંચમા) માં આ પદ બિનઅનામત શ્રેણી માટે હોય છે. અધિકૃત સૂત્રોએ એપ્રિલમાં જણાવ્યું હતું કે નવા મેયરની ચૂંટણી સુધી ઓબેરોય પદ પર રહેશે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં નગર નિગમની ચૂંટણી 4 ડિસેમ્બરે થઈ હતી અને 7 ડિસેમ્બરે પરિણામ આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીને 250માંથી સૌથી વધુ 134 બેઠકો પર જીત મળી હતી. 


પીઠાસીન અધિકારી મુકેશ ગોયલ પર શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવાની જવાબદારી રહેશે. મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે કુલ 274 મત છે. જેમાંથી આપના 148 અને ભાજપના 115 મત છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે આપને મેયર પદ માટે જીતવું મુશ્કેલ નહીં રહે. જાણકારોનું માનવું છે કે ભાજપ આપના વધુમાં વધુ મત લેવાની કોશિશ કરશે. મેયર ચૂંટણીમાં મત આપવા માટે દિલ્હીના 14 ધારાસભ્યોને વિધાનસભાથી નોમિનેટેડ કરાયા છે.