દિલ્હીમાં કોર્પોરેશન ચૂંટણી ટળવાથી આમ આદમી પાર્ટી નારાજ, સુપ્રીમ કોર્ટમાં કરી અરજી
આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને એપ્રિલમાં ચૂંટણી કરાવવાની માંગ કરી છે. આપનું કહેવું છે કે કેન્દ્રના કહેવા પર ચૂંટણી પંચે ચૂંટણી ટાળી છે.
નવી દિલ્હીઃ દિલ્હી કોર્પોરેશન ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્ર સરકારના કહેવા પર ચૂંટણીની જાહેરાત ટાળી છે. આ પંચની સ્વાયત્તતામાં દખલ છે. મેમાં એમસીડીનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. એપ્રિલમાં ચૂંટણી કરાવવી જોઈએ.
આમ આદમી પાર્ટીના સત્તાવાર પ્રતિનિધિ દુર્ગેશ કુમારે આ અરજી દાખલ કરી છે. અંકુશ નારંગ અને મનોજ કુમાર ત્યાગી પણ મામલામાં સહ-અરજીકર્તા છે. વકીલ શાદાન ફરાસત દ્વારા દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય ચૂંટણી પંચ ઘણા સમયથી ચૂંટણીની તૈયારી કરી રહ્યું હતું. તેણે નોટિસ પ્રકાશિત કરી તે જાણકારી આપી હતી કે એપ્રિલમાં ચૂંટણી યોજાશે.
આ પણ વાંચો- પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લીધો મોટો નિર્ણય, લોન્ચ કરશે એન્ટી કરપ્શન હેલ્પલાઇન
અરજીમાં જણાવવામાં આવ્યું કે 9 માર્ચે રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવાની વાત કહી. આ પત્રકાર પરિષદ 5 કલાકે થવાની હતી. પરંતુ થોડી સમય બાદ એક પ્રેસ નોટ જાહેર કરી પંચે પત્રકાર પરિષદ સ્થગિત કરી દીધી. આ પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું કે દિલ્હીના ઉપરાજ્યપાલે એક પત્ર મોકલ્યો છે. તે પત્રમાં તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર ત્રણેય એમસીડીનો આપસમાં વિલય કરવા ઈચ્છે છે. તેથી ચૂંટણી કાર્યક્રમની જાહેરાત હાલ સ્થગિત કરવામાં આવી રહી છે.
આ મામલોનો અપાયો હવાલો
અરજીકર્તાઓએ 2006માં કિશન સિંહ તોમર વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદના મામલામાં આવેલા સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપ્યો છે. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યુ હતું કે બંધારણના આર્ટિકલ 324 હેઠળ કેન્દ્રીય ચૂંટણી પંચને જે સ્વાયત્તતા અને રાજકીય દખલઅંદાજીથી સ્વતંત્રતા હાસિલ છે, તેવી સ્થિતિ રાજ્ય ચૂંટણી પંચની છે. તેવામાં કેન્દ્ર સરકારના કહેવા પર રાજ્ય ચૂંટણી પંચની ચૂંટણીની જાહેરાત ન કરવી આ સ્વાયત્તતાની વિરુદ્ધ છે.
આ પણ વાંચોઃ શું 31 માર્ચ પછી બંધ થઈ જશે મફત રાશન યોજના? યોગી સરકારે બનાવ્યો મોટો પ્લાન
આમ આદમી પાર્ટીએ કહ્યું કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1957માં કોર્પોરેશન માટે 5 વર્ષના કાર્યકાળની જોગવાઈ કરવામાં આવી છે. ત્રણેય કોર્પોરેશનનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે. તેવામાં પાર્ટીની માંગ છે કે સુપ્રીમ કોર્ટ દિલ્હી ચૂંટણી પંચને પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે એપ્રિલમાં ચૂંટણી આયોજીત કરાવવાનો નિર્દેશ આપે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube