પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લીધો મોટો નિર્ણય, લોન્ચ કરશે એન્ટી કરપ્શન હેલ્પલાઇન

Punjab Anti Corruption Helpline Number:  પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને રાજ્યમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા માટે મોટો નિર્ણય લીધો છે. પંજાબમાં એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર જાહેર થશે. 
 

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લીધો મોટો નિર્ણય, લોન્ચ કરશે એન્ટી કરપ્શન હેલ્પલાઇન

ચંદીગઢઃ પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને આજે જાહેરાત કરી છે કે ભગત સિંહના શહીદી દિવસ પર એન્ટી કરપ્શન હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે. પંજાબના લોકો વોટ્સએપ પર ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શકશે. તેમણે ટ્વીટ કરી કહ્યુ- મારો પર્સનલ વોટ્સએપ નંબર હશે. જો તમારી પાસે કોઈ લાંચ માંગે, તેનો વીડિયો/ઓડિયો રેકોર્ડ કરી મને મોકલો. ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે. 

ભગવંત માને કહ્યુ કે, 23 માર્ચે નંબર જાહેર કરવામાં આવશે. 99 ટકા લોકો ઈમાનદાર છે, 1 ટકાને કારણે સિસ્ટમ બગડે છે. તેમણે કહ્યું કે, ઈમાનદાર ઓફિસરો સાથે હું ઉભો છું. પંજાબમાં હવે હપ્તા વસૂલી બંધ થશે. હપ્તા વસૂલી માટે કોઈપણ નેતા કોઈ અધિકારીને પરેશાન કરશે નહીં. 

पंजाब में अब भ्रष्टाचार नहीं चलेगा।

— Bhagwant Mann (@BhagwantMann) March 17, 2022

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, હવે પંજાબમાં ભ્રષ્ટાચાર ચાલશે નહીં.

આ પહેલાં મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરી કહ્યુ હતુ કે પંજાબની જનતાના હિતમાં આજે મોટો નિર્ણય લેવામાં આવશે. પંજાબના ઈતિહાસમાં આજ સુધી આવો નિર્ણય લેવાયો નથી. થોડા સમયમાં હું જાહેરાત કરીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news