નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી (Delhi) માં કોરોના વાયરસના કેસ ઘટી ગયા છે. તેને કારણે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ 26 જુલાઈ સવારે 5 કલાકથી મેટ્રો અને બસોને 100% ટકા ક્ષમતા સાથે સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે. આ સિવાય સિનેમા હોલ, થિએટર અને મલ્ટીપ્લેક્સને 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાની છૂટ આપવામાં આવી છે. 


મેટ્રોમાં ઉભા રહી મુસાફરી કરવા પર પ્રતિબંધ
દિલ્હી મેટ્રોમાં ઉભા રહી મુસાફરી કરવા પર પ્રતિબંધ યથાવત રહેશે. આ સિવાય અંતિમ સંસ્કાર અને લગ્નમાં ગેસ્ટની સંખ્યા 100 રાખવામાં આવી છે. તો શાળા-કોલેજ ખોલવા પર હજુ દિલ્હી સરકાર કોઈ વિચાર કરી રહી નથી.  DDMA એ પોતાના નિવેદનમાં કહ્યું કે, હજુ સ્કૂલ શરૂ થશે નહીં અને બાળકોનો ઓનલાઇન અભ્યાસ યથાવત રહેશે. આ રીતે રેસ્ટોરન્ટ અને બારને 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube