નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ એમ્સ (AIIMS)માં 12 વર્ષની રેપ પીડિતા અને તેના પરિજનો સાથે મુલાકાત કરી. મુલાકાત બાદ મુખ્યમંત્રીએ કહ્યું કે બાળકી હાલત ગંભીર છે. તે હાલ બેભાન અવસ્થામાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે બાળકીની સર્જરી કરવામાં આવી છે, ડોક્ટર્સ પ્રયત્ન કરી રહ્યા છે કે તેને બચાવવાની. આ કેસને લઇને સીએમે દિલ્હી પોલીસ કમિશ્નર સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે આશા છે કે જલદી દોષીઓ પકડાઇ જશે અને તેમને આકરી સજા આપવામાં આવશે. દિલ્હી સરકારે બાળકીના પરિવારને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. 
 
મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ માઇનોર રેપ પીડિતા સાથે એમ્સમાં મુલાકાત કરી. તેમણે કહ્યું કે પીડિતા સાથે બર્બરતાપૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો. તેને જાનથી મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. માલીવાલએ કહ્યું કે પીડિતાની સ્થિતિ નાજુક છે.

Unlock 3: કેજરીવાલે ઉપરાજ્યપાલને ફરી મોકલી પ્રસ્તાવોની ફાઇલ, કરી આ માંગ


મહિલા આયોગની અધ્યક્ષે કહ્યું કે ત્રણ દિવસ વીતી ગયા પછી દિલ્હી પોલીસે અત્યાર સુધી અપરાધીઓની ધરપકડ કરી નથી. આ મામલે દિલ્હી પોલીસના ડીસીપીને દિલ્હી મહિલા આયોગ તરફથી સમન જાહેર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આરોપીઓને જલદી ધરપકડ કરીને ફાંસીની સજા થવી જોઇએ. 


અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીના પશ્વિમ વિહાર વિસ્તારમાં એક 12 વર્ષની માસૂમ સાથે દરિંદગીની તમામ હ્યદ પાર કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 12 વર્ષની એક માસૂમ બાળકીને ખૂનથી લથપથ હાલાતમાં મંગળવારે સાંજે સંજય ગાંધી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી. તેમણે જણાવ્યું કે બાળકીના શરીર પર ઉંડા ઘા હતા અને તેના પ્રાઇવેટ પાર્ટમાંથી સતત લોહી વહી રહ્યું હતું. માસૂમનું શરીર લોહીથી લથબથ થઇ ગયું હતું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube