Weather Update: રાજધાની દિલ્હીમાં છેલ્લા 10 દિવસથી હવા પ્રદુષણના કારણે જનજીવન ખોરવાયું હતું. લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. ત્યારે, ગુરુવારે રાત્રે દિલ્હીમાં વરસાદ થવાના કારણે હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. જે બાદ હવામાં પ્રદૂષણના સ્તરને માપતા એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)માં 24 કલાકમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ શેરના ઘણા વિસ્તારોમાં AQI સ્તર 100થી નીચે નોંધાયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધનતેરસ પર સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઘટાડો, 5 વર્ષમાં બેગણું થયું મોંઘું
ધનતેરસે ઓળખી લો ગુજરાતના ટોપ 10 ધનકુબેરોને, મા લક્ષ્મીના આમની પર જ છે ચારહાથ


ત્યારે, હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. જેના કારણે લોકોને હવા પ્રદુષણમાંથી રાહત મળી હતી. નોઈડા, ગુરુગ્રામ અને અન્ય પડોશી વિસ્તારોમાં પણ વરસાદના કારણે રાહત થઇ હતી. જ્યાં AQI પણ 100 થી નીચે ગયો હતો.


Dhanteras ke Upay: ધનતેરસના દિવસે કરે આ ખાસ ઉપાય, વેપારીઓ માટે કઈ વસ્તુઓ ખરીદવી શુભ
Dhanteras 2023 Shopping: ધનતેરસના દિવસે આ વસ્તુઓની ખરીદી ગણાય છે શુભ, વરસશે માતા લક્ષ્મીની કૃપા


જોકે, ભારતીય હવામાન વિભાગે હવાની ગુણવત્તાના સુધારાને લઈને અગાઉ જ આગાહી કરી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, દિવાળી પહેલા હવાની ગુણવત્તામાં થોડો સુધારો થશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, પંજાબ અને હરિયાણાના નજીકના રાજ્યોમાં સ્ટબલ સળગાવવાથી થતા ધુમાડાની અસરમાં પણ ઘટાડો કરશે. તો, IMDના અધિકારીએ જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા પછી પવનની ઝડપ પણ હાલમાં પાંચથી છ કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 11 નવેમ્બરના રોજ લગભગ 15 કિલોમીટર પ્રતિ કલાક થઈ જશે. જે દિવાળી એટલે કે, 12 નવેમ્બર પહેલા પ્રદૂષકોને વિખેરવામાં મદદ કરશે.


વર્ષમાં 1 વાર ખુલે છે ભગવાન ધન્વંતરિનું આ મંદિર, 326 વર્ષ જૂની મૂર્તિ છે બિરાજમાન
આ મંદિરમાં જમા દાગીના થઇ જાય છે ડબલ, 5 દિવસ માટે ખુલે છે કુબેરનો ખજાનો


ડિસિઝન સપોર્ટ સિસ્ટમના ડેટા અનુસાર, પંજાબ અને હરિયાણામાં સ્ટબલ સળગાવવાથી બુધવારે દિલ્હીમાં હવા પ્રદૂષણ 38 ટકા નોંધાયું હતું. જે બાદ ગુરુવારે તે 33 નોંધાયું હતું અને શુક્રવારે 16 ટકાની સપાટી પર પહોંચવાની શક્યતાઓ લગાવવામાં આવી રહી છે. દિલ્હીની ગંદી હવામાં 12 થી 14 ટકાનું યોગદાન પરિવહનનું છે. દિલ્હીમાં વારંવાર બગડતા વાયુ પ્રદુષણને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકાર 20-21 નવેમ્બરના રોજ ક્લાઉડ સીડિંગ દ્વારા કૃત્રિમ વરસાદનું આયોજન કરી રહી છે. ત્યારે આ અંગેનો પ્રસ્તાવ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 


Dhanteras ની શોપિંગ કરવા જઇ રહ્યા છો? જરૂર જાણી લો આ વાત, મોંઘી પડશે આ ભૂલો
Dhanteras 2023: ધનતેરસના દિવસે આ વસ્તુઓ દેખાશે થઇ જશો માલામાલ, જલદી જ ચમકશે ભાગ્ય


દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું હતું કે, વાયુ પ્રદુષણને જોતા સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર દિલ્હીમાં એપ્લિકેશન દ્વારા ચાલતી ટેક્સીઓમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમજ શાળાઓમાં પણ 9 નવેમ્બર થી 18 નવેમ્બર સુધી રજા રહેશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ઓડ-ઇવન કાર-રેશનિંગ સ્કીમને સર્વોચ્ચ અદાલતે તેની અસરકારકતાની સમીક્ષા કર્યા પછી અને આદેશ જારી કર્યા પછી શહેરમાં લાગુ કરવામાં આવશે. આ મામલે શુક્રવારે સુનાવણી થશે. દિલ્હી સરકારની કાર-રેશનિંગ યોજનાની અસરકારકતા પર સર્વોચ્ચ અદાલતે સવાલ ઉઠાવ્યો હતો. જેનો મુખ્ય ધ્યેય વાહનોના પ્રદૂષણને કાબૂમાં લેવાનો હતો. 


Dhanteras 2023: ધનતેરસ પર માલામાલ શે આ 5 રાશિના લોકો, ઘરમાં થશે ધનના ઢગલા
Dhanetras: બિઝનેસમાં પ્રગતિ માટે ધનતેરસ પર કરો આ વસ્તુની ખરીદી, મળશે કુબેરનો ખજાનો


દિવાળી બાદ હવાની ગુણવત્તા વધુ બગડવાની અપેક્ષા રાખતા 20 ડોકટરોએ કહ્યું હતું કે,  દિલ્હીની પ્રદૂષિત હવામાં શ્વાસ લેવો એ દિવસમાં લગભગ 10 સિગારેટ પીવાની હાનિકારક અસરો સમાન છે. ડોક્ટરોના વધુ જણાવ્યા અનુસાર, ઉચ્ચ સ્તરના પ્રદૂષણના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી અસ્થમા, બ્રોન્કાઇટિસ અને ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ (સીઓપીડી) જેવી શ્વસન સમસ્યાઓ થઈ શકે છે. તેમજ હાર્ટને લગતી બીમારીઓ અને હાર્ટ એટેકના જોખમો થઇ શકે છે. તેના કારણે કેન્દ્રની વાયુ પ્રદૂષણ નિયંત્રણ યોજનાના અંતિમ તબક્કા હેઠળ ફરજિયાત કડક નિયંત્રણો રાષ્ટ્રીય રાજધાનીમાં લાગુ કરવામાં આવ્યા છે.   


Pigmentation: રસોડામાં રાખેલી આ વસ્તુઓની મદદથી કરચલીઓ થશે દૂર, ચહેરો દેખાશે બેદાગ
Trending Quiz: તે કોણ છે, જે સવારે 4 પગ પર, બપોરે 2 પગ પર અને સાંજે 3 પગ પર ચાલે છે?