નવી દિલ્હી: દિલ્હીવાસીઓ માટે માઠા અને ખુબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં હવે નવી આબકારી નીતિ (New Excise Policy)  હેઠળ હાલની સરકારી દારૂની 372 દુકાનો ફક્ત 16 નવેમ્બર સુધી માન્ય છે. ત્યારબાદ, આ તમામ બંધ થઈ જશે અને 17 નવેમ્બરથી 849 નવી દારૂની દુકાનો ખોલવાની છે, પરંતુ આ તમામ વાતો વચ્ચે એવી આશંકા છે કે શરૂઆતના થોડા દિવસો સુધી સૌથી ઓછી નવી દુકાનો ખુલી શકશે. આ સાથે જે દુકાનો ખુલશે ત્યાં પણ લોકોને તેમની પસંદગીનો દારૂ મળશે તેની કોઈ ગેરંટી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1લી ઓક્ટોબરથી તમામ ખાનગી દુકાનો બંધ
તમને જણાવી દઈએ કે 1 ઓક્ટોબરથી તમામ ખાનગી દારૂની દુકાનો બંધ કરી દેવામાં આવી હતી. દિલ્હી સરકારની નવી આબકારી નીતિ (Delhi Govt New Excise Policy) હેઠળ 266 ખાનગી દારૂની દુકાનો સહિત તમામ 849 દારૂની દુકાનો ટેન્ડર દ્વારા ખાનગી કંપનીઓને આપવામાં આવી છે. નવા લાઇસન્સ ધારકો 17 નવેમ્બરથી દારૂનું છૂટક વેચાણ શરૂ કરશે. આ દરમિયાન માત્ર સરકારી દારૂની દુકાનો જ ખુલી હતી, જે 16 નવેમ્બર પછી બંધ થઈ જશે.


17 નવેમ્બર પછી દારૂની દુકાનો કેમ નહીં ખુલશે?
એક રિપોર્ટ અનુસાર, 17 નવેમ્બરથી દારૂની નવી દુકાનો ખોલવામાં ઘણી સમસ્યાઓ આવી રહી છે. હજુ સુધી મોટાભાગની નવી દુકાનો તૈયાર નથી અને જેમની દુકાનો તૈયાર થઈ ગઈ છે તેમને લાઇસન્સ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે, સૂત્રોનું કહેવું છે કે આબકારી વિભાગ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે જે દુકાનો તૈયાર છે તેઓ તેમની દુકાનના ફોટા અને વીડિયો સંબંધિત અધિકારીને મોકલતા રહે. હાલમાં તેમને કામચલાઉ લાયસન્સ આપવામાં આવશે જેથી તેઓ તેમની દુકાનો ખોલી શકે. ત્યારબાદ દુકાનોની મુલાકાત લેતા જ તેમને કાયમી લાઇસન્સ આપવામાં આવશે.


કેમ મનાવવામાં આવે છે દર 15 સપ્ટેમ્બરે ENGINEERS DAY, જાણો તેના પાછળની રસપ્રદ કહાની


પ્રદૂષણને કારણે બાંધકામના કામ પર પ્રતિબંધ
દિલ્હીમાં પ્રદૂષણને કાબૂમાં લેવા માટે 17 નવેમ્બર સુધી બાંધકામના કામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે અને તેના કારણે નવી દારૂની દુકાનોના નિર્માણનું કામ બંધ કરવું પડશે. આવી સ્થિતિમાં આ દુકાનોને તૈયાર થવામાં સમય લાગશે. બીજી તરફ જો બાંધકામ પર પ્રતિબંધ લંબાવવામાં આવે છે, તો દારૂની દુકાનો ખોલવામાં વધુ સમય લાગી શકે છે.


દારૂની અલગ અલગ બ્રાન્ડ મળવી મુશ્કેલ બનશે
આ મામલાને લગતા જાણકારોના મતે, નવી દારૂની દુકાનો ખુલ્યા બાદ દારૂ અને બિયરની અલગ અલગ બ્રાન્ડ ઉપલબ્ધ થશે નહીં, કારણ કે દેશી અને વિદેશી બ્રાન્ડની દારૂ અને બિયરની નોંધણી કરવામાં વિલંબ થાય છે. જેના કારણે લોકોને તેમના મનપસંદગીના દારૂની વેરાયટી મેળવવામાં મુશ્કેલી પડશે.


સાવધાનઃ આ રસ્તા પછી દુનિયા ખતમ થઈ જાય છે, ભૂલથી પણ તમે અહીં એકલા ના જતા


રેસ્ટોરન્ટમાં દારૂ પીરસવા માટે 4 લાઇસન્સનું મર્જર જરૂરી છે
દિલ્હી સરકારે સ્વતંત્ર રેસ્ટોરાં (કોઈ કોર્પોરેટ સાથે સંકળાયેલ નથી) માં દારૂ પીરસવા માટે જરૂરી ચાર અલગ-અલગ લાયસન્સ મર્જ કર્યા છે. આ રીતે, 17 નવેમ્બરથી લાગુ થવા જઈ રહેલી નવી આબકારી નીતિ હેઠળ હવે રેસ્ટોરાંમાં દારૂ પીરસવા માટે માત્ર એક લાયસન્સ જરૂરી રહેશે. નોટિફિકેશન મુજબ, હાલના L-17, L-17F, L-18 અને L-18F લાઇસન્સને L-17 લાયસન્સ બનાવવા માટે મર્જ કરવામાં આવશે. સ્વતંત્ર રેસ્ટોરન્ટમાં ભારતીય દારૂ પીરસવા માટે L-17 લાયસન્સ જરૂરી છે, જ્યારે L-17F લાયસન્સ વિદેશી દારૂ પીરસવા માટે જરૂરી છે. સમાન L-18 અને L-18F લાઇસન્સ ભારતીય રેસ્ટોરાંમાં વાઇન, બીયર અને આલ્કોપોપ સાથે ભારતીય અને વિદેશી દારૂ પીરસવા માટે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube