કેમ મનાવવામાં આવે છે દર 15 સપ્ટેમ્બરે ENGINEERS DAY, જાણો તેના પાછળની રસપ્રદ કહાની
ભારતના એન્જિનિયર જગતના પિતા ગણાતા એમ. વિશ્વેસરૈયાના જન્મદિવસના માનમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરના દિવસે એન્જિનિયર ડે ઉજવવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્હી: એક તરફ ભારત ટેક્નોલોજી અને એન્જિનિરિંગની દ્રષ્ટીએ બુલેટ ટ્રેનથી લઈને નવી નવી દિશાઓમાં હરણફાળ ભરી રહ્યુ છે. ત્યારે ભારતના એન્જિનિયર જગતના પિતા ગણાતા એમ. વિશ્વેસરૈયાના જન્મદિવસના માનમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરના દિવસે એન્જિનિયર ડે ઉજવવામાં આવે છે.
ડો. મોક્સગુડંમ વિશ્વેસરૈયાની યાદમાં દર વર્ષે ભારતમાં 15 સપ્ટેમ્બરને એન્જિનિયર ડે તરીકે ઉજવવામાં આવે છે. 15 સપ્ટેમ્બર 1861માં એટલે કે, આજથી 160 વર્ષ પહેલા તેમનો જન્મ થયો હતો. જ્યારે કર્ણાટક મૈસુર રાજ્ય હતુ. ત્યારે શ્રી નિવાસ શાસ્ત્રીને ઘરે એમ. વિશ્વેસરૈયાનો જન્મ થયો હતો. મદ્રાસ યુનિવર્સિટીમાંથી 1881માં તેમણે બી.એ કર્યુ હતુ. તેમણે પુનાની કોલેજમાંથી એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી.
PWDમાં નોકરી શરૂ કર્યા પછી તેમણે પાણી પુરવઠા વિભાગમાં કામ કર્યુ હતુ. જે દરમિયાન ડેક્કન વિસ્તારમાં પાણીની નહેરોનું નેટવર્ક તૈયાર કર્યુ હતું. જે આજે પણ દક્ષિણ ભારતમાં પાણી પૂરુ પાડે છે. મૈસુર રાજ્યના ઉત્તમોત્તમ બાંધકામો તેમણે કર્યા હોવાને કારણે તેમને આધુનિક મૈસુરના પિતા કહેવામાં આવે છે.
કાવેરી નદી તેના પાણીના કારણે ચર્ચામાં છે. એ નદી પર કૃષ્ણા સાગર ડેમ તૈયાર કરી એ વખતે વિશ્વેસરૈયાએ એશિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કર્યો હતો. જેમાં 50 અબજ ઘન ફીટ પાણીનો સંગ્રહ કરી શકાય છે.
તેમને મળેલા સન્માન
- 1955માં ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન તેમને આપવામાં આવ્યુ હતું.
- લડંનની સિવિલ એન્જિનિયરિંગ સોસાયટીએ તેમને માનદ મેમ્બરશિપ આપવામાં આવી હતી.
- 1915માં તેમને દિવાન ઓફ મૈસૂરનો ખિતાબ મળ્યો.
- વિશ્વૈસરૈયાને નાઈટ કમાન્ડર ઓફ ધ ઈન્ડિયન એમ્પાયર મેડલ પણ એનાયત કરાયું હતું.
- તેમને ડોક્ટરેટની માનદ પદવીઓ પણ મળી હતી.
જ્યારે, 12 એપ્રિલ 1962ના રોજ આ મહાન હસ્તીનું નિધન થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે