નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના પટેલ નગર વિસ્તારમાં હિન્દુ યુવકની હત્યા બાદ તણાવની સ્થિતિ બની ગઈ છે. ગુસ્સે થયેલા લોકોએ આ વિસ્તારમાં ખુબ હંગામો કર્યો છે. પ્રદર્શનને જોતા અહીં મોટી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 2 દિવસ પહેલા હિન્દુ યુવક પર સામાન્ય બોલાચાલી બાદ કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. તેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. આજે સારવાર દરમિયાન તે યુવકનું મોત થઈ ગયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બે દિવસ પહેલા થયો હતો હુમલો
જાણકારી પ્રમાણે આ ઘટના પટેલ નગરના રંજીત નગર વિસ્તારની છે. બે દિવસ પહેલા અહીં રહેતો નિતેશ નામના યુવક બાઇક પર લગ્નનું કાર્ડ આપવા નિકળ્યો હતો. આ દરમિયાન કેટલાક યુવકો સાથે તેને બબાલ થઈ હતી. સામાન્ય બોલાચાલી બાદ તે લોકોએ નિતેશ પર રોડથી હુમલો કરી દીધો. જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. 


પોલીસે દાખલ કર્યો કેસ
પોલીસે આ મામલામાં FIR દાખલ કરી લીધો છે. સ્થાનીક લોકોનો આરોપ છે કે નિતેશની હત્યામાં ત્રણ લોકોનો આરોપ છે. ત્રણેય આરોપી એક વિશેષ સમુદાયમાંથી છે, જેમાં એક પીએફઆઈનો પણ સભ્ય છે. 


આ પણ વાંચો- દેશમાં પહેલીવાર તબીબી શિક્ષણ હિન્દીમાં, અમિત શાહે કર્યું પુસ્તકોનું વિમોચન


આરોપીઓની થઈ ઓળખ
આરોપીઓની ઓળખ ઉફીઝા, અદનાન અને અબ્બાસના રૂપમાં થઈ છે. આ મામલાને લઈને ભાજપ નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ઉમરાવે ટ્વીટ કર્યું કે દિલ્હીના શાદીપુરમાં બજરંગ દળના કાર્યકર્તા નિતેશની મારીને હત્યા કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા સુંદર નગરીમાં મનીષની હત્યાનો આરોપ પણ આ સમુદાય પર હતો. 


મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત
નિતેશની હત્યા બાદ ગુસ્સે થયેલા લોકોએ હંગામો શરૂ કર્યો છે. લોકો નિતેશને ન્યાયની માંગને લઈને ધરણા પ્રદર્શન કરી રહ્યાં છે. પ્રદર્શનને જોતા તે વિસ્તારમાં ભારે પોલીસદળની સાથે રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube