નવી દિલ્હી: કોરોના વાયરસે હવે દેશમાં આતંક ફેલાવવાનું શરૂ કરી દીધું છે. જેની સૌથી ખરાબ અસર દિલ્હીમાં થવા માંડી છે અને હવે સમાચાર મળી રહ્યા છે કે કોરોના સંક્રમણ સંસદ ભવન સુધી પહોંચી ચૂક્યું છે. 6 અને 7 જાન્યુઆરીએ સંસદમાં કામ કરનાર કર્મચારીઓ, સુરક્ષાકર્મીચારીઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં 400થી વધુ લોકોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. દેશભરમાં કોરોનાના કેસ વાયુવેગે વધી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 1,41,986 નવા કેસ સામે આવ્યા છે. આ નવા કેસ નોંધાતા દેશભરમાં કુલ કેસનો આંકડો 4,72,169 થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માત્ર એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે કોરોના સંક્રમણના 1,17,100 કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય વિભાગના આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 11 દિવસમાં કોરોનાના દૈનિક કેસમાં 21 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે દિલ્હીમાં કોરોનાતી 7 લોકોના મોત થયા છે. એક દિવસમાં સંક્રમણના કેસમાં 3 હજારનો વધારો નોંધવામાં આવ્યો છે. દિલ્હીમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 48178 પર પહોંચી ગઈ છે.


હવામાન વિભાગની મોટી ચેતવણી: 11 જાન્યુઆરી સુધી આ રાજ્યોમાં વરસાદ રોકાશે નહીં, ગાઢ ધુમ્મસ છવાશે


સંક્રમણના કેસમાં એક વાર ફરીથી મહારાષ્ટ્ર ટોપ પર છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાના 41,434 નવા કેસ નોંધવામાં આવ્યા છે. જ્યારે 13 લોકોના મોત પણ થયા છે.  આજ કારણે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે કડક નિયંત્રણો મૂકી દીધા છે. નવા અંકુશોને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે, હું ફરીથી કહેવા માંગું છું કે અમે બિનજરૂરી ભીડને ભેગી થતી રોકવા માંગીએ છીએ, પરંતુ કોઈ લોકડાઉન કરવામાં આવશે નહીં.


લોકસભા ચૂંટણીની સેમીફાઈનલ હશે આ 5 રાજ્યોની ચૂંટણી, કેવા બની રહ્યા છે સમીકરણો?


તેમણે જણાવ્યું હતું કે, કોઈ પણ પ્રતિબંધ ત્યાં સુધી પ્રભાવશાળી નહીં નીવડે જ્યાં સુધી આપણે જાતે સમજીને Covid પ્રોટોકોલનું પાલન નહીં કરીએ. મારી તમામ લોકોને એક વિનંતી છે કે લક્ષણો પ્રત્યે સતર્ક રહો અને જલ્દીથી મેડિકલ સલાહ લો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube