AI Flight Toilet Case: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પર પેશાબ કરનારો આરોપી શંકર મિશ્રા હવે દિલ્હી પોલીસના કબજામાં છે. પોલીસે આરોપીની બેંગ્લુરુથી ધરપકડ કરી છે. પોલીસ આરોપીને દિલ્હી લઈ ગઈ છે. આરોપી શંકર મિશ્રાને આજે કોર્ટમાં હાજર કરાશે. આરોપી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવાની તૈયારી છે. પૂછપરછ માટે પોલીસ રિમાન્ડની માંગણી કરશે. અત્રે જણાવવાનું કે ફ્લાઈટમાં વૃદ્ધ મહિલા સાથે અભદ્રતાના આરોપીને તેની કંપનીએ પણ કાઢી મૂક્યો છે. જ્યારે આરોપીના પિતા બોલ્યા કે પુત્રને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે આરોપી શંકર મિશ્રાએ આગોતરા જામીનની તૈયારી કરી હતી. શંકર મિશ્રા કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરવાનો જ હતો. ફ્લાઈટમાં તેણે કથિત રીતે મહિલા સાથે ગેરવર્તણૂંક કરી હતી. આરોપી શંકર મિશ્રાને દબોચવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી હતી અને હવે તેની ધરપકડના સમાચાર આવ્યા છે. 


શું હતો મામલો
એર ઈન્ડિયાના બિઝનેસ ક્લાસમાં નશામાં ધૂત એક વ્યક્તિએ અન્ય સીટ પર બેઠેલી મહિલા પર પેશાબ કરી નાખ્યો. આ ઘટના બાદ મહિલાએ ફ્લાઈટના કેબિન ક્રૂને તે વ્યક્તિની ફરિયાદ કરી પરંતુ કેબિન ક્રૂએ કોઈ કાર્યવાહી કરી નહીં અને પેશાબ કરનારો વ્યક્તિ સરળતાથી બચીને નીકળી ગયો. આ મામલે જ્યારે કોઈ કાર્યવાહી ન થઈ તો પીડિત મહિલાએ ટાટા ગ્રુપના ચેરમેન એન ચંદ્રશેખરનને ફરિયાદ કરી. ત્યારબાદ એર ઈન્ડિયાએ તપાસ શરૂ કરી. 


Viral Video: DTC બસમાં છોકરી સામે ગંદી હરકત, પકડાઇ જતાં રડવા લાગ્યા


અંજલિના મિત્ર નવિને નિધિ વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, 'હોટલમાં શું થયું' તે જણાવ્યુ


ફ્લાઇટમાં ગંદી હરકત કરનાર યાત્રીકો પર DGCA ગંભીર, જાહેર કરી એડવાઇઝરી


વાત જાણે એમ છે કે 26 નવેમ્બરે એક મહિલા ન્યૂયોર્કથી દિલ્હી આવતી ફ્લાઈટમાં મુસાફરી કરી રહી હતી. તે બિઝનેસ ક્લાસની સીટ પર બેઠી હતી. ફ્લાઈટAI-102 બપોરે એક વાગની આસપાસ ન્યૂયોર્ક-જેએફકે એરપોર્ટથી રવાના થઈ. વિમાનમાં વાતાવરણ એકદમ શાંત હતું. તમામ મુસાફરો પોતાની સીટ પર બેઠા હતા. ત્યારે જ અચાનક એક નશામાં ધૂત વ્યક્તિ મહિલાની સીટ પાસે પહોંચ્યો અને પેન્ટની ઝીપ ખોલીને મહિલા ઉપર પેશાબ કરવા લાગ્યો. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube