કિસાન આંદોલનઃ દિલ્હીમાં 9 સ્ટેડિયમને અસ્થાયી જેલ બનાવવાની તૈયારીમાં પોલીસ, માગી મંજૂરી
પંજાબના આંદોલન કરી રહેલા કિસાનો દિલ્હી તરફ આગળ વધી રહ્યાં છે અને પરત જવાનો ઇનકાર કરી રહ્યાં છે. તેવામાં દિલ્હી પોલીસે તૈયારીઓ વધારી દીધી છે અને અસ્થાયી જેલ બનાવવાની મંજૂરી માગી છે.
નવી દિલ્હીઃ પંજાબથી ચાલેલા કિસાનોનો કાફલો હવે રાજધાની દિલ્હીની પાસે પહોંચી ગયો છે. તમામ વિઘ્નોને દૂર કરતા કિસાન આખરે દિલ્હીની નજીક પહોંચી ગયા છે. તેવામાં દિલ્હી પોલીસે પોતાની તૈયારીઓ વધારી દીધી છે. રાજધાનીમાં પોલીસ સ્ટેડિયમને અસ્થાયી જેલ બનાવવાનની તૈયારીમાં છે, તે માટે સરકારની મંજૂરી માગવામાં આવી છે.
દિલ્હી પોલીસે રાજ્ય સરકારને શહેરના નવ સ્ટેડિયમને અસ્થાયી જેલમાં પરિવર્તિત કરવાની મંજૂરી માગી છે. જો દિલ્હીમાં પ્રદર્શન વધે છે તો કિસાનોને આ સ્થાનો પર લાવી શકાય છે.
તમને જણાવી દઈએ કે પંજાબથી નિકળેલા કિસાન હરિયાણાના રસ્તે દિલ્હી આવી રહ્યાં છે. મોડી રાત્રે કિસાન પાનીપત સુધી પહોંચ્યા હતા, હવે દિલ્હી સરહદની નજીક છે. શુક્રવારે સવારે પોલીસ અને કિસાનો વચ્ચે સિંધુ બોર્ડર પર બબાલ થઈ, પોલીસે કિસાનોને પરત જવા કહ્યું હતું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube