દિલ્હી પોલીસે તોફાની તત્વોનો સામનો કરતા સમયે શાંત બન્યા રહેવું જોઈએઃ અમિત શાહ
બીજીતરફ દિલ્હી પોલીસના સ્થાપના દિવસ સમારોહમાં ગૃહ પ્રધાન અમિત શાહે દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભ ભાઈ પટેલે 1950માં આપેલા એક ભાષણનો હવાલો આપતા કહ્યું, `ગુસ્સો અને ઉશકેરણી બાદ પણ દિલ્હી પોલીસે શાંત રહેવું જોઈએ.
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રવિવારે દિલ્હી પોલીસને સલાહ આપી કે તેણે તોફાની તત્વોનો 'આક્રમકતા'થી સામનો કરવો તૈયાર રહેવું જોઈએ અને સાથે 'ઉશકેરણી' બાદ પણ શાંત રહેવું જોઈએ. દિલ્હી પોલીસના 73માં સ્થાપના દિવસ સમારોહમાં શાહે તેને દેશ અને વિશ્વની અગ્રણી મેટ્રોપોલિટન પોલીસ ફોર્સમાંથી એક ગણાવી જે કોઈ ભૂલ કર્યા વગર ગડબડ ફેલાવવાના કોઈના પ્રયત્નને નાકામ કરે છે.
ગૃહપ્રધાનનું આ નિવેદન તેવા સમયે આવ્યું જ્યારે દિલ્હી પોલીસના સ્થાપના દિવસના દિવસે જ એક એવો વીડિયો આવ્યે જે પોલીસની છબિ પર ગંભીર સવાલ ઉભા કરે છે. રવિવારે જામિયા મિલ્લિયા ઇસ્લામિયામાં પોલીસની કથિત આક્રમકતાના બે મહિના બાદ એક નવો વીડિયો સામે આવ્યો, જેમાં અર્ધસૈનિક બળ અને દિલ્હી પોલીસના જવાન પાછલી 15 ડિસેમ્બરે યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં બેસીને વાંચી રહેલા વિદ્યાર્થીઓને માર મારતા જોવા મળી રહ્યાં છે.
બીજીતરફ દિલ્હી પોલીસના સ્થાપના દિવસ સમારોહમાં ગૃહ પ્રધાન અમિત શાહે દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભ ભાઈ પટેલે 1950માં આપેલા એક ભાષણનો હવાલો આપતા કહ્યું, 'ગુસ્સો અને ઉશકેરણી બાદ પણ દિલ્હી પોલીસે શાંત રહેવું જોઈએ પરંતુ તેણે લોકોની રક્ષા માટે તોફાની તત્વોની આક્રમકતાથી સામનો કરવા માટે પણ તૈયાર રહેવું જોઈએ. શાહે આગળ કહ્યું, હું માનુ છું કે દિલ્હી પોલીસે તમામ ઘટના પર સરદાર પટેલની આ સલાહનું દિલથી પાલન કર્યું છે.'
અમિત શાહના ઘરે જઈ રહેલા પ્રદર્શનકારીઓ સાથે પોલીસે કરી વાત, પરત ફર્યા
ગૃહપ્રધાને દિલ્હી પોલીસની પ્રશંસા કરતા કહ્યું કે, સ્વતંત્રતા દિવસ, ગણતંત્ર દિવસ સમારહો, તહેવારો અને વિદેશી હસ્તિઓની યાત્રા જેવા મહત્વપૂર્ણ સમયે તે સરકારની ઘણી મદદ કરે છે. શાહે સાથે કહ્યું કે, પોલીસની રચનાત્મક ટીકાનું સ્વાગત છે, પરંતુ તે પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ડ્યૂટી કરતા 35,000થી વધુ પોલીસકર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમિત શાહે પોતાના ભાષણમાં દિલ્હી પોલીસના તે 5 કર્મચારીઓને પણ શ્રદ્ધાંજલિ આપી જેઓ 2001માં સંસદ ભવન પર થયેલા આતંકી હુમલામાં શહીદ થઈ ગયા હતા. આ સિવાય તેમણે બાટલા હાઉસમાં આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં શહીદ થનારા ઇન્સ્પેક્ટર એમ.સી. વર્માને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમમાં દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ અને પુદુચેરીના એલજી કિરણ બેદી, દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક પણ સામેલ થયા હતા.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube