અમિત શાહના ઘરે જઈ રહેલા પ્રદર્શનકારીઓ સાથે પોલીસે કરી વાત, પરત ફર્યા
દિલ્હી પોલીસ તરફથી એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, અમે પ્રદર્શનકારીઓને પૂછ્યું કે તે પોતાના પ્રતિનિધિમંડળના તે લોકો વિશે અમને માહિતી આપે જે અમિત શાહને મળવા ઈચ્છે છે.
Trending Photos
નવી દિલ્હીઃ ગૃહપ્રધાન અમિત શાહને મળવા જનારા પ્રદર્શનકારીઓ પરત ફરી ગયા છે. આ પહેલા સીએએ અને એનઆરસીના વિરોધમાં માર્ચ કાઢીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવા જનારા પ્રદર્શનકારીઓને રોકવા માટે શાહીન બાગમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તથા પેરામિલિટ્રી ફોર્સના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. જ્યાં જોઈન્ટ સીપી દેવેશ ચંદ્ર શ્રીવાસ્તવે કહ્યું કે, કોઈપણ સ્થિતિમાં પ્રદર્શનકારીઓને આગળ જવા દેવામાં આવશે નહીં.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના શાહીન બાગના પ્રદર્શનકારીઓની ગૃહપ્રધાન અમિત શાહ સાથે આજે મુલાકાત કરવાની વાત સામે આવી હતી. પરંતુ ગૃહપ્રધાન અને પ્રદર્શનકારીઓ વચ્ચે બેઠકને લઈને અત્યાર સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ શકી નથી. હાલ દિલ્હી પોલીસ તરફથી પ્રદર્શનકારીઓને અમિત શાહને મળવાની મંજૂરી મળી નથી.
દિલ્હી પોલીસ તરફથી એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, અમે પ્રદર્શનકારીઓને પૂછ્યું કે તે પોતાના પ્રતિનિધિમંડળના તે લોકો વિશે અમને માહિતી આપે જે અમિત શાહને મળવા ઈચ્છે છે. પરંતુ તેમણે કહ્યું કે, તે બધા જવા ઈચ્છે છે, તેથી અમે તેને ઇનકાર કર્યો પરંતુ અમે જોશું કે અમે શું કરી શકીએ છીએ.
Delhi: Protesters begin march from Shaheen Bagh towards Home Minister Amit Shah's residence https://t.co/VfPSVJ52pu pic.twitter.com/TmCf4BkiXS
— ANI (@ANI) February 16, 2020
Delhi: Protesters begin march from Shaheen Bagh towards Home Minister Amit Shah's residence https://t.co/VfPSVJ52pu pic.twitter.com/TmCf4BkiXS
— ANI (@ANI) February 16, 2020
બેઠકને લઈને અસમંજસ
આ પહેલા ગૃહ મંત્રાલયે શનિવારે સ્પષ્ટ કર્યું હતું કે અમિત શાહ અને શાહીન બાગના પ્રદર્શનકારીઓ વચ્ચે રવિવારે કોઈ બેઠક નક્કી થઈ નથી. પ્રદર્શનકારીઓએ દાવો કર્યો હતો કે સીએએના મુદ્દા પર રવિવારે તેમની અમિત શાહ સાથે બેઠક થવાની છે. પરંતુ પ્રદર્શનકારીઓએ તે પણ કહ્યું કે, વાતચીત માટે તૈયાર છે. વાતચીત માટે તેમને બોલાવવા સરકારની જવાબદારી છે.
શાહીન બાગનું પ્રદર્શન બિન લોકશાહી
ભાજપના સાંસદ જીવીએલ નરસિમ્હા રાવે શાહીન બાગના પ્રદર્શનને બિન લોકત્તાંત્રિક અને ગેરકાયદેસર જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, લોકતંત્રમાં લોકોને પ્રદર્શન કરવાનો અધિકાર છે. કોર્ટે પણ કહ્યું કે, ધરણા પ્રદર્શન અનિશ્ચિત કાળ સુધી ન ચાલી શકે અને નિર્ધારિત સ્થાન પર જ ધરણા આપી શકાય છે. પરંતુ શાહીન બાગમાં પ્રદર્શન કારીઓએ રસ્તો જામ કરી દીધો છે, જેથી લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે