સુપ્રીમ કોર્ટ તરફ ફટકાર બાદ નૂપુર સાથે ફરી થશે પૂછપરછ, નોટીસ મોકલી શકે છે પોલીસ
ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. પૈગંબર મોહમંદ પર વિવાદિત નિવેદન માટે શુક્રવારે સુપ્રીમ કોર્ટે તેમને આકરી ફટકાર લગાવી અને કહ્યું કે નૂપુર શર્માના બિન જવાબદાર નિવેદને દેશમાં લોકોની ભાવનાઓને ઉશ્કેરવાનું કામ કર્યું છે.
Supreme Court slams Nupur Sharma: ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. પૈગંબર મોહમંદ પર વિવાદિત નિવેદન માટે શુક્રવારે સુપ્રીમ કોર્ટે તેમને આકરી ફટકાર લગાવી અને કહ્યું કે નૂપુર શર્માના બિન જવાબદાર નિવેદને દેશમાં લોકોની ભાવનાઓને ઉશ્કેરવાનું કામ કર્યું છે. હવે દિલ્હી પોલીસ સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ફરીથી નૂપુર શર્મા સથે પૂછપરછ કરી શકે છે અને પછી તેમને નોટીસ મોકલી શકે છે.
18 જૂનના રોજ નોંધાયું હતું નિવેદન
વિવાદિત નિવેદનને લઇને નૂપુર શર્મા વિરૂદ્ધ એફઆઇઆર નોંધ્યા બાદ દિલ્હી પોલેસે 41એ હેઠળ નૂપુર શર્માને તપાસમાં સામેલ કરવા માટે નોટીસ મોકલી હતી અને ત્યાં તપાસમાં સામેલ થઇ હતી. દિલ્હી પોલીસે 18 જૂનના રોજ નૂપુર શર્માનું નિવેદન નોંધ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટના પ્રશ્નો બાદ તેમની સાથે પૂછપરછ કરી શકે છે. સર્વોચ્ચ કોર્ટે પોતાની ટિપ્પણીમાં પોલીસને ફટકાર લગાવતાં કહ્યું કે એફઆઇઆર નોંધ્યા બાદ પણ કોઇ કાર્યવાહી કેમ ન કરવામાં આવી?
ઉદયપુર મર્ડર કેસમાં મોટો ખુલાસો- 30 લોકોને પાકિસ્તાનથી લઇને આવ્યો હતો ગૌસ મોહમંદ
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન નૂપુર શર્મા ફટકાર લગાવી હતી. કોર્ટે કહ્યું કે તેમને પોતાના નિવેદન માટે ટીવી પર આવીને સાર્વજનિક રૂપથી માફી માંગવી જોઇતી હતી. તેમણે માફી માંગવામાં મોડું કર્યું છે અને નિવેદન પરત લેવાનું શું ઔચિત્ય છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચેનલની ચર્ચા પર પણ સવાલ ઉઠાવ્યા. કોર્ટે કહ્યું કે જે કેસ કોર્ટમાં પેન્ડીંગ છે, તેના પર ચર્ચા કરવાનો શું અર્થ છે, આ એજન્ડા પ્રમોટ કરવાની રીત છે. જો નૂપુર શર્માને લાગે છે કે તેમની ચર્ચામાં ખોટો ઉપયોગ થયો છે તો સૌથી પહેલાં તેમને એન્કર વિરૂદ્ધ એફઆઇઆર દાખલ કરવી જોઇતી હતી.
મૌલાના મુફ્તી નદીમની બૂંદીથી ધરપકડ, નૂપુર શર્મા વિરૂદ્ધ આપ્યું હતું ભડકાઉ નિવેદન
તપાસ પર કોર્ટે ઉઠાવ્યા સવાલ
નૂપુર શર્માના ઉપરાંત કોર્ટે દિલ્હી પોલીસને લતાડ લગાવી છે. કોર્ટે શર્માના વકીલને ફટકાર લગાવતાં કહ્યું કે દિલ્હી પોલીસે અત્યાર સુધી તપાસના નામ પર શું કર્યું છે. અમારું મોઢું ખોલાવશો નહી. પોલીસે તમારા માટે રેડ કાર્પેટ પાથરી રાખી છે. તમે કોઇના વિરૂદ્ધ ફરિયાદ કરો છો તેની ધરપકડ થઇ જાતી પરંતુ કોઇને અડ્યા પણ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube