મૌલાના મુફ્તી નદીમની બૂંદીથી ધરપકડ, નૂપુર શર્મા વિરૂદ્ધ આપ્યું હતું ભડકાઉ નિવેદન

રાજસ્થાનની પોલીસે મૌલાના મુફ્તી નદીમ (Maulana Mufti Nadeem)ની બૂંદીથી ધરપકડ કરી છે. મૌલાના મુફ્તીએ નૂપુર શર્મા વિરૂદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું હતું. ઉદયપુરમાં હિંસાત્મક ઘટના બાદ મૌલાના મુફ્તીની ધરપકડની માંગ વધી ગઇ હતી. ઉદયપુરમાં બે લોકોએ ટેલર કનૈયાલાની એટલા માટે હત્યા કરી હતી કારણ કે તેમણે નૂપુર શર્માના સપોર્ટમાં એક પોસ્ટ કરી હતી. 

મૌલાના મુફ્તી નદીમની બૂંદીથી ધરપકડ, નૂપુર શર્મા વિરૂદ્ધ આપ્યું હતું ભડકાઉ નિવેદન

Mufti Nadeem Controversy: રાજસ્થાનની પોલીસે મૌલાના મુફ્તી નદીમ (Maulana Mufti Nadeem)ની બૂંદીથી ધરપકડ કરી છે. મૌલાના મુફ્તીએ નૂપુર શર્મા વિરૂદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું હતું. ઉદયપુરમાં હિંસાત્મક ઘટના બાદ મૌલાના મુફ્તીની ધરપકડની માંગ વધી ગઇ હતી. ઉદયપુરમાં બે લોકોએ ટેલર કનૈયાલાની એટલા માટે હત્યા કરી હતી કારણ કે તેમણે નૂપુર શર્માના સપોર્ટમાં એક પોસ્ટ કરી હતી. 

બૂંદીમાં મૌલાનાની ધરપકડ બાદ પોલીસ સ્ટેશન બહાર મૌલાનાના સમર્થક એકઠા થવાના શરૂ થઇ ગયા છે. ત્યારબાદ સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસ ટુકડી ગોઠવી દેવામાં આવી છે. 

લગભગ એક અમહિના પહેલાં મૌલાના મુફ્તી નદીમે નૂપુરના વિરૂદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તે પ્રોફેટ મોહંમદ સાહેબની શાનમાં ગુસ્તાખી કોઇપણ કિંમતે સહન કરીશું નહી. તેમણે આગળ કહ્યું હતું કે ''જો કોઇ આંખ ઉઠાવશે તેની આંખ કાઢી લઇશું જોઇ કોઇ આંગળી ઉઠાવશે તો તેની આંગળી તોડી લઇશું. તે કોઇ હાથ ઉઠાવશે તો હાથ કાપી નાખીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ એક ટીવી ડિબેટમાં પ્રોફેટ મોહમંદ સાહેબ અપ્ર અપમાનજનક ટિપ્પણી કરી હતી. ત્યારબાદ ઘણા ખાડી દેશોએ ભારતના રાજદૂતોને તલબ કરી દીધા હતા. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીએ નૂપુર શર્માને ભાજપમાંથી સસ્પેંડ કરે દીધી હતી. દેશભરમાં નૂપુર શર્મા વિરૂદ્ધ પ્રદર્શન થયા હતા જેમાં નૂપુર શર્માની ધરપકડની માંગ કરવામાં આવી હતી. 

આ મુદ્દે રાજસ્થનના ઉદયપુરમાં એક ટેલર પર આરોપ લગાવ્યો કે તેણે નૂપુર શર્માના સપોર્ટમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી ત્યારબાદ બે લોકોએ ટેલરની હત્યા કરી હતી. આજે સુપ્રીમ કોર્ટે એક અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે નૂપુર શર્માએ પ્રોફેટ મોહમંદ સાહેબ પર ટિપ્પણી કરી આખા દેશની ભાવનાને ઠેસ પહોંચાડી છે. એટલા માટે તેમણે આખા દેશની માફી માંગવી જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news