નવી દિલ્હી: દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પર કમિશનર અમૂલ્ય પટનાયકની અપીલ બાદ પણ પોલીસવાળાઓનો હંગામો ચાલુ જ છે. કલાકો ચાલેલા હંગામા બાદ બપોરે પોલીસ કમિશનર અમૂલ પટનાયક સામે આવ્યાં અને તેમણે પોલીસવાળાઓને કામ પર પાછા ફરવાની અપીલ કરી. પરંતુ તેમને સામે કિરણ બેદીના નામવાળા નારા સાંભળવા મળ્યાં. પટનાયકે કહ્યું કે પોલીસ વિભાગ માટે આ પરીક્ષાની ઘડી છે. આવામાં બધાએ કાયદો વ્યવસ્થા જાળવી રાખીને પોતાની ફરજ નિભાવવી જોઈએ. આમ છતાં પોલીસકર્મીઓ માન્યા નહીં અને નારેબાજી કરવા લાગ્યા હતાં. આ દરમિયાન કિરણ બેદીનું નામ પણ ગૂંજ્યું. પોલીસવાળાઓએ કહ્યું કે તેમને કિરણ બેદી જેવા દમદાર પોલીસ ઓફિસર જોઈએ છે. જે અમારી વાતને સારી રીતે સમજી શકે અને આગળ રજુ કરી શકે. આ બાજુ દિલ્હીમાં વકીલો પણ હડતાળ પર છે અને હવે બાર કાઉન્સિલે પણ તેમને ચેતવણી આપી છે. 


વિરોધ કરી રહેલા પોલીસકર્મીઓને પોલીસ કમીશનરે કહ્યું-'આ પરીક્ષા, અપેક્ષા અને પ્રતિક્ષાની ઘડી છે'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પટનાયકે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી હાલાત દિલ્હી પોલીસ માટે પરીક્ષાની ઘડી જેવા છે. આમ તો દિલ્હી પોલીસ હંમેશાથી પડકારોનો સામનો કરતી આવી છે. અમે અનેક પ્રકારના હાલાત હેન્ડલ કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટનાઓ થઈ છે, અમારા ઉત્તરી જિલ્લાના ઓફિસરોએ તેને સારી રીતે સંભાળી. તે દિવસે જેવા હાલાત હતાં, તે પ્રમાણે જોઈએ તો તેમાં ઘણો સુધારો છે. આ સાંભળતા જ પોલીસવાળાઓએ હંગામો અને નારેબાજી શરૂ કરી દીધી હતી. પોલીસ કમિશનરે પોતાનું સંબોધન થોડીક સેકન્ડ માટે થોભવું પણ પડ્યું હતું. 


સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ દિલ્હી  પોલીસે 2 નવેમ્બરના રોજ તીસ હજારી કોર્ટમાં થયેલી હિંસાનો પૂરેપૂરો રિપોર્ટ MHAને સોંપી દીધો છે. હાલાત પર ગૃહ મંત્રાલયની નજર છે. દિલ્હી પોલીસકર્મીઓએ પીએમઓ અને ગૃહ મંત્રાલયને પણ આ મામલાને ગંભીરતાથી લેવાની ભલામણ કરી છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...