નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાનનું નામ રાખવા અંગેના પ્રસ્તાવ પર રાજનીતિ ચાલુ થઇ ગઇ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે ટ્વીટ કરતા કહ્યું કે, નામ બદલવા છતા પણ ભાજપને મત નહી મળે. ઉત્તરી દિલ્હી નગર નિગમના મહાપૌરની તરફથી બહાર પડાયેલા નિર્દેશના અનુસાર તે સ્થાનો પર ચિન્હીત કરવામાં આવી રહ્યા છે, જેમનું નામ અટલ બિહારી વાજપેયીનાં નામ પર રાખવામાં આવવાનું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જ કડીમાં ઉત્તરી દિલ્હી નગર નિગમે ઐતિહાસિક રામલીલા મેદાનનું નામ પરથી રાખવાનાં મુદ્દે એક પ્રસ્તાવ તૈયાર કર્યું છે. જે 30 ઓગષ્ટના રોજ સદનની બેઠકમાં રાખવામાં આવશે. રામલીલાનું નામ બદલવાનાં પ્રસ્તાવ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરતા વ્યંગ કર્યો અને કહ્યું કે, રામલીલા મેદાન વગેરેનું નામ બદલીને અટલજીનાં નામ પર રાખવાથી મત મળશે. ભાજપને વડાપ્રધાનજીનું નામ બદલી નાખવું જોઇએ. ત્યારે કદાચ મત મળી જાય કારણ કે હવે તેમણે પોતાનાં નામે તો લોકો મત આપશે નહી. 

બીજી તરફ દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અને ભાજપ સાંસદ મનોજ તિવારીએ આ પ્રસ્તાવ અંગે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, અમે ભગવાન રામની પુજા કરે છે, એટલા માટે રામલીલા મેદાનનું નામ બદલવાનો કોઇ સવાલ જ નથી ઉઠતો, જો કોઇ આ પ્રકારનું કામ કરે છે તો યોગ્ય છે, પરંતુ તેના પર અમલ કરવો જરૂરી નથી. 

આ ઉપરાંત દિલ્હી નગર નિગમ પાર્કો અને હોસ્પિટલના નામે પુર્વ વડાપ્રધાન વાજપેયીનું નામ રાખવા અંગે વિચાર કરી રહ્યા છે. ઉત્તરી દિલ્હી નગર નિગમના મહાપોર આદેશ ગુપ્તાનું કહેવું છે કે, વાજપેયીની આ મેદાન સાથેનો જુનો સંબંધ છે, એટલા માટે પાંચ સભ્યો તેમની પાસે રામલીલા મેદાનનું નામ વાજપેયીનું નામ રાખવા માટેનો પ્રસ્તાવ લાગ્યા હતા. આ પ્રસ્તાવ 30 તારીખની સદન બેઠકમાંરાખવામાં આવશે. પ્રસ્તાવ પાસ થયા બાદ ભવિષ્યમાં આ મેદાનને અટલ બિહારી વાજપેયી રામલીલા મેદાનનાંનામથી ઓળખાશે.