Delhi: દિલ્હી રમખાણોમાં કોર્ટનો મોટો નિર્ણય, ઉમર ખાલિદ અને ખાલિદ સૈફી નિર્દોષ જાહેર
Delhi Riots: દિલ્હી રમખાણો સંબંધિત એક કેસમાં કરકરડૂમા કોર્ટે ઉમર ખાલિદ અને ખાલિદ સૈફીને નિર્દોષ જાહેર કર્યા છે. આ મામલામાં ખજુરી ખાસ વિસ્તારમાં બંને વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી.
નવી દિલ્હીઃ Delhi Riots 2020: દિલ્હીની કડકડડૂમા કોર્ટે દિલ્હી રમખાણ સાથે જોડાયેલા મુખ્ય કેસમાં આરોપી ઉમર ખાલિદ અને ખાલિદ સૈફીને આરોપ મુક્ત કરી દીધા છે. કોર્ટે શનિવાર (3 ડિસેમ્બર) એ ચુકાદો સંભળાવતા ઉમર ખાલિદ અને ખાલિદ સૈફીને 2020ના દિલ્હી રમખાણ સંબંધિત મુખ્ય કેસમાં એકમાં આરોપમુક્ત કર્યા છે. એડિશનલ સત્ર ન્યાયાધીશ પુલસ્ત્ય પ્રમાચલાએ આ ચુકાદો આપ્યો છે.
ક્યારે થઈ હતી FIR?
દિલ્હીના ખજૂરી ખાસ પોલીસ સ્ટેશન અંતગ્રત પ્રથમ સૂચના રિપોર્ટ (એફઆઈઆર) 101/2020 સાથે જોડાયેલા મામલામાં ઉમર ખાલિદ અને ખાલિસ સૈફીને છોડી મુક્યા છે. 25 ફેબ્રુઆરી 2020ના નોંધાયેલી આ એફઆઈઆરમાં પૂર્વોત્તર દિલ્હીના ખજૂરી ખાસ વિસ્તારમાં થયેલી હિંસાની તપાસ કરી હતી.
હજુ જેલમાં જ રહેશે બંને આરોપી
આ મામલામાં આરોપમુક્ત થયા બાદ બંને સીએએ વિરોધી કાર્યકર્તા જેલમાં રહેશે કારણ કે દિલ્હી તોફાનો સાથે જોડાયેલા ષડયંત્ર મામલામાં દાખલ એફઆઈઆરમાં હજુ સુધી જામીન મળ્યા નથી. તેના વિરુદ્ધ રમખાણ અને ગુનાહિત ષડયંત્રના આરોપોની સાથે-સાથે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (UAPA) પણ લગાવવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ આફતાબનો માસ્ટર સ્ટ્રોક! સજાથી બચવા માટે નોર્કો ટેસ્ટમાં ચાલી ચોંકાવનારી ચાલ
ખાલિદ સૈફીની પત્નીએ વ્યક્ત કરી ખુશી
મીડિયા રિપોર્ટ પ્રમાણે કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા ખાલિદ સૈફીની પત્ની નરગિસ સૈફીએ કહ્યું કે અઢી વર્ષ કરતા વધુ સમય બાદ આ અમારા માટે એક મોટી જીત છે. આ એક સારા સમાચાર છે. અમે બંધારણમાં વિશ્વાસ રાખ્યો છે અને આજે અમે ખુશ થીએ. પોલીસના આરોપ નિરાધાર સાબિત થયા છે.
શું છે સમગ્ર ઘટના
નોંધનીય છે કે આ મામલામાં ચાર્જશીટ મુખ્ય રૂપથી પૂર્વ AAP કોર્પોરેટર તાહિર હુસૈનની કથિત સંડોવણી પર કેન્દ્રીત હતી. પરંતુ તેમાં ઉમર ખાલિદ અને ખાલિદ સૈફીની સાથે તેનો વારંવાર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સૌથી મહત્વપૂર્ણ વાત છે કે ચાર્જશીટમાં કથિત 8 જાન્યુઆરીની બેઠકની વાત કરવામાં આવી હતી, જ્યાં હુસૈન, ખાલિદ શૈફી અને ઉમર ખાલિદની ત્રિપુટી કથિત રીતે શાહીન બાગમાં તોફાનોની યોજના બનાવવા માટે મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube