નવી દિલ્હી: CAA, NRC વિરુદ્ધ દિલ્હી તોફાનો (Delhi Riots)ની તપાસમાં નવો ખુલાસો થયો છે. ZEE મીડિયાને મળેલી એક્સક્લુઝિવ માહિતી મુજબ આ મામલે UAPA હેઠળ ધરપકડ કરાયેલા આસિફ ઈકબાલ તન્હાએ પોલીસ પૂછપરછમાં અનેક મોટા ખુલાસા કર્યા છે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને આપેલા નિવેદનમાં આસિફ ઈકબાલે જે જણાવ્યું તેને જોઈને એવું લાગે છે કે દિલ્હી તોફાનો સંપૂર્ણ રીતે એક સુનિયોજિત ષડયંત્ર હતું. તેની આખી સ્ક્રિપ્ટ પહેલેથી લખાયેલી હતી. જેને લોકતાંત્રિક વિરોધની આડમાં અંજામ અપાયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આસિફે જણાવ્યું કે કેવી રીતે CAA, NRCના વિરોધના નામ પર લોકોને ભડકાવવામાં આવ્યાં, બસો અને ઘરોને સળગાવવામાં આવ્યાં, તેણે એમ પણ કહ્યું કે તેઓ દેશને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવા માંગતા હતાં. તેણે સ્વીકાર્યું કે તેણે પોતે જામિયામાં બસોને આગ લગાવી અને હિંસાને ભડકાવી હતી. 


PM Cares Fundને સુપ્રીમની લીલી ઝંડી, રવિશંકર પ્રસાદે વાયનાડ MP રાહુલ ગાંધીને લીધા આડે હાથ


આરોપીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે જ્યારે CAA/NRC બિલ આવ્યું તો તેને આ બિલ એન્ટી મુસ્લિમ લાગ્યું, ત્યારબાદથી બિલનો વિરોધ કરવા માટે જામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે જોડાઈ ગયો. આરોપી જામીયા યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે અને 2014 સ્ટુડન્ટ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન (SIO)નો સભ્ય પણ છે. તેણે જે પોલીસને જણાવ્યું તેને તમે પણ વાંચો.


દિલ્હી રમખાણો પર સૌથી મોટું કબુલનામું
આરોપી આસિફ ઈકબાલે પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું કે 12 ડિસેમ્બરના રોજ અમે 2500-3000 લોકો જામિયા યુનિવર્સિટીના ગેટ નંબર 7 પર માર્ચ કરીએ છીએ ત્યારબાદ 13 ડિસેમ્બરના રોજ શરજીલ ઈમામ ભડકાઉ ભાષણ આપતા ચક્કા જામ કરવાની વાત કરે છે. હું પોતે લોકોને ઉક્સાવું છું. 


ભારતની જમીન પચાવી પાડવા માટે Nepal ની નવી ચાલ, ચીનની જેમ કરી રહ્યું છે આ કામ 


જામિયા મેટ્રોથી પાર્લિયામેન્ટ સુધી માર્ચનો કોલ આપીએ છીએ. જેમાં અનેક સંગઠન અમને સમર્થન આપે છે. જ્યારે અમે માર્ચ કરીએ છીએ ત્યારે પોલીસ અમને બેરિકેડ લગાવીને રોકી લે છે. ત્યારે મેં  કહ્યું કે તમે આગળ વધો, પોલીસમાં એટલી હિંમત નથી કે અમને  રોકી લે. ત્યારબાદ જ્યારે અમે જબરદસ્તીથી આગળ વધીએ છીએ તો પોલીસ અમને રોકી લે છે અને લાઠીચાર્જ થાય છે. જેમાં પોલીસ અને વિદ્યાર્થીઓને ઈજા પણ થાય છે. 


પહેલેથી લખાયેલી હતી તોફાનોની સ્ક્રિપ્ટ
આરોપી આસિફ ઈકબાલે જણાવ્યું કે અમે પ્લાનિંગ હેઠળ 15 ડિસેમ્બરના રોજ પાર્લિયામેન્ટ સુધી માર્ચની જાહેરાત કરીએ છીએ. જેનું નામ અમે ગાંધી પીસ માર્ચ આપીએ છીએ. જેથી જોવામાં ઠીક લાગે. ત્યારબાદ અમે માર્ચને જામિયાથી લઈને ઝાકિર નગર, બટલા હાઉસ થતા જામિયા આવીએ છીએ. ત્યારબાદ સૂર્યા હોટલ પાસે પોલીસ બેરિકેડ લાગેલી હોય છે. અમે જબરદસ્તીથી બેરિકેડ તોડીને આગળ વધીએ છીએ. પોલીસ અમને રોકવાની કોશિશ કરે છે. ભીડ બેકાબૂ થાય છે. ત્યારબાદ પથ્થરમારો શરૂ થાય છે. બસોમાં આગ લગાવી દેવાય છે. ખુબ હિંસા થાય ચે. આ દરમિયાન JMIના અનેક વિદ્યાર્થીઓ પોલીસકર્મીઓ પણ ઘાયલ થાય છે. 


પર્યાવરણ કટોકટી: મોટી મુશ્કેલીમાં 'મિત્ર દેશ' સપડાયો, ભારતે આ રીતે કરી મદદ 


AAJMI, PFIથી થતું હતું ફંડિંગ
આરોપીના જણાવ્યાં મુજબ જામિયામાં થયેલી હિંસા બાદ જામિયા કોઓર્ડિનેશન કમિટી (JCC)ની રચના થઈ. જેમાં AISA, JSF, SIO, MSF, CYSS, CFI, NSUI જેવા સંગઠન સાથે છોકરાઓ જોડાયેલા હતાં. આસિફ ઈકબાલે ફંડિંગને લઈને પણ મોટો ખુલાસો કર્યો અને જણાવ્યું કે AAJMI પણ આ મૂવમેન્ટમાં JCC સાથે હતી. AAJMI અને PFIથી પણ આ યોજનાનું ફંડિંગ થતું હતું. 


તેણે જણાવ્યું કે SIOના લોકોના કહેવા પર દિલ્હીથી બહાર કોલકાતા, લખનઉ, કાનપુર, ઉજ્જૈન, ઈન્દોર, જયપુર, માંગરોળ, કોટા, પટણા સબ્જીબાગ, અરરિયા, સમસ્તીપુર, અમદાવાદ જેવી અનેક જગ્યાઓ પર ભડકાઉ ભાષણો આપવાનું કહેવાયું. તેણે જણાવ્યું કે તેઓ મુસલમાનોને ભારત સરકાર વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરવાનું કહેતા હતાં અને જરૂર પડ્યે હિંસક પ્રદર્શન માટે પણ કહેતા હતાં. તેણે કહ્યું કે 'ઉમર ખાલિદે જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ વખતે ચક્કાજામ કરવાનું કહ્યું. ત્યારબાદ મિરાજ હૈદર, સફૂરા, અને બાકીના લોકો સાથે મળીને ચક્કા જામ કરાવ્યું જેનાથી તોફાનો ફાટી નીકળ્યાં.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube